ગુજરાતમાં દસ જ દિવસમાં 2.92 કરોડનો દારૂ પકડાયો

ગુજરાતમાં દસ જ દિવસમાં 2.92 કરોડનો દારૂ પકડાયો


અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

લોકડાઉન વચ્ચે પણ અમદાવાદમાં 31 ડીસેમ્બર આસપાસના 10 દિવસ દરમિયાન પોલીસે 102 કેસ કરીને દારૂ સાથે 32 લાખનો મુદ્દામાલ પકડી પાડયો છે. ગુજરાતમાં દસ દિવસની ડ્રાઈવર દરમિયાન જ કુલ 2.92 લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. વાહનો મળી કુલ 8.96 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે.

દારૂબંધીની બદી સામે તા. 25 ડીસેમ્બરથી તા. પાંચ જાન્યુઆરી સુધી ડ્રાઈવ યોજવા ડીજીપી આશિષ ભાટિયાએ આદેશ કર્યો હતો. ગુજરાત પોલીસે ડ્રાઈવર દરમિયાન વિદેશી દારૂના કુલ 1288 કેેસ કરી 1253 આરોપીને પકડી પાડયા હતા.

કુલ 2.81 કરોડની કિંમતના દારૂ સાથે 8.59 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેશી દારૂના 10153 કેસ કરીને 7088 આરોપી ઝડપી લઈ 10.13 લાખનો દારૂ ઝડપી લેવાયો છે. કુલ 37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દસ દરમિયાન કુલ 11441 ગુના નોંધીને કુલ 2.92 કરોડનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

લોકડાઉન વચ્ચે પણ અમદાવાદમાં 102 કેસ કરીને 103 આરોપીને ઝડપી લઈ 32.73 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. સુરતમાં 87 કેસ કરી 20.28 લાખ, રાજકોટમાં 32 કેસ નોંધી 40.74 લાખનો અને વડોદરામાં 23 કેસ કરી 8.16 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q5VoZH

0 Response to "ગુજરાતમાં દસ જ દિવસમાં 2.92 કરોડનો દારૂ પકડાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel