
રાધનપુરની બી.જે.ગઢવી બીએડ કોલેજમાં વધુ ફી મુદ્દે તપાસ
રાધનપુર તા.18 જાન્યુઆરી 2021, સોમવાર
રાધનપુર આતે આવેલ બીજે ગઢવી બેએડ કોલેજના વિધાર્થીઓ પાસેથી યુનિવસટી દ્વારા નિયત કરેલ ફી કરતા વધારે વસુલવામાં આવતી હોવા બાબતે થયેલ રજુઆત સંદર્ભે ઉત્તર ગુજરાત યુનિવસટી દ્વારા બે સદસ્યોની ટીમ બનાવી તપાસ શરુ કરવામાં આવી હતી .
રાધનપુર થરા હાઇવે પર આવેલ કરણી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત બી.જે ગઢવી બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસેથી યુનિવસટીએ નિયત કરેલ ફીની રકમ કરતા કોલેજ પ્રશાસકો દ્વારા રૃપિયા ર ૬ હજાર જેટલી ફી વિધાર્થીઓ પાસેથી લેવામાં આવતી હોવા બાબતે જાદવ વિશ્વાસસિંહ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી . જયારે ફી વધારાના મુદ્દે કોલેજ સામે વિધાર્થી પરીસદ અને કોલેજના વિધાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ જેને લઈને પાટણ ખાતેની હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટી દ્વારા હરેશભાઈ ચૌધરી સરકારી પ્રતિનીધિ તથા હરેશભાઈ પટેલ મોડાસાના એમ.એડ.કોલેજના આચાર્ય બંન્ને જણની તપાસ કમીટી બનાવવામાં આવી હતી.તપાસ કમીટીના સદસ્યો તા .૧૮ મી જાન્યુઆરીના રોજ રાધનપુર બી.જે.ગઢવી બી.એડ.કોલેજ ખાતે તપાસ અર્થે આવ્યા હતા . અને તપાસ શરુ કરી હતી .
જેમાં કોલેજ પ્રશાસકોને મળી તેમની પાસેથી જયાત મુજબની વિગતોની ઝીણવટભરી તપાસ કરી હતી જયારે બી.એડ.માં અભ્યાસ કરતા વિધાર્થી અને વિધાર્થીનીઓને ફી અંગે તેમજ તકલીફ બાબતે પુછ પરછ કરવામાં આવી હતી . જયારે કોલેજમાં ફી વધુ લેવા બાબતે કરેલ ફરીયાદીને પણ સંભળવામાં આવ્યા હતા.તપાસ કર્યા બાદ તમામ રીપોર્ટ યુનિવર્સીટીમાં મોકલી આપવાની વાત તપાસ કરતા ટીમના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ . જયારે કરણી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી લીંબદાભાઈ ગઢવીએ જણાવ્યુ હતુ કે અમારી કોલેજના વિધાર્થીઓની રજુઆત બાબતે યુનિવસટીમાંથી તપાસ અર્થે સેનેટસભ્ય તથા મોડાસા કોલેજના આચાર્ય આવ્યા હતા તેમને જે જોઈએ તે પ્રમાણેની વિગતો અમારા દ્વારા પુરી પાડવામાં આવી છે અને તપાસ કરવા આવેલા સદસ્યોએ વિધાર્થીની પણ મુલાકાત લીધી છે .જેમાં કોલેજ પ્રત્યે વિધાર્થીઓને અસંતોષના હોવાની વાત જણાવી હતી . તપાસ બાબતે યુનિવસટીની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાશે . બંન્ને જણા કોલેજમાં અરજી સંદર્ભે તપાસ કરવા આવ્યા જેમાં ફરીયાદ પણ સાંભળ્યા કોલેજ પ્રશાસનને પણ સાંભળ્યા અને તેના આધારે રીપોર્ટ તૈયાર કરીને આગામી યુનિવસટીની કારોબારીની બેઠકમાં મુકીશુ અને એ આધારે જે કાંઈ પણ નિર્ણય કરવાનો થશે તે કરવામાં આવશે તેવું હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sF0mhU
0 Response to "રાધનપુરની બી.જે.ગઢવી બીએડ કોલેજમાં વધુ ફી મુદ્દે તપાસ"
Post a Comment