
મેટ્રોમોનિયલ સાઇટ પરથી 50થી વધુ યુવતીઓને ફસાવનારો શખ્સ પકડાયો
અમદાવાદ, તા. 18 જાન્યુઆરી, 2021, સોમવાર
મેટ્રોમોનીયલ સાઈટ પર યુવતીઓનો સંપર્ક કરી લગ્નની લાલચ આપીને તેમના એટીએમ કાર્ડથી પૈસા મેળવીને છેતરપિંડી કરતા શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે સોમનાથથી અટક કરી હતી.
એક યુવતીએ તેની સાથે લગ્નની લાલચ આપીને હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધી પૈસાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ પ્રકારે તેણે 50થી વધુ છોકરીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા આરોપી સોમનાથમાં હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમે સોમનાથ જઈને મુળ હરિયાણાના ગુરગાંવ ખાતે રહેતા સંદીપ એસ.મિશ્રાની એટક કરી હતી. આરોપી મેટ્રોમોનીયલ સાઈટ પર વિહાન શર્મા, પ્રતીક શર્મા, આકાશ શર્મા જેવા નામની પ્રોફાઈલ બનાવીને યુવતીઓને છેતરતો હતો.
જેમાં તેણે મેટ્રોમોનીયલ સાઈટ પર અમદાવાદની એક યુવતીનો સંપર્ક કરીને તેને વિહાન શર્મા નામની ઓળખ આપીને પોતે હેદરાબાદમાં ગુગલમાં એ.આર મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું તથા તેનો પરિવાર દિલ્હી રહેતો હોવાનું જણાવ્યું હતું. તેના પિતા બેન્કમાં નોકરી કરે છે અને બહેન તથા જીજાજી દુબઈમાં રહે છે કહીને પરિવારના સભ્યોના ફોટા મોકલ્યા હતા.બાદમાં તેણે યુવતીનો વિશ્વાસ કેળવીને તેની સાથે જુદા જુદા દિવસે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
તેણે હોટેલમાં યુવતીના ડેબિટ કાર્ડથી રૂ,18,999નું પેમ્ન્ટ કર્યું હતું ઉપરાંત એટીએમ કાર્ડથી રૂ.3500 ઉપાડીને છેતરપિંડી કરી હતી. આથી યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી હતી.તેણે અન્ય યુવતીઓને પણ ખોટી ઓળખ આપીને તથા અમદાવાદ આઈઆઈએમમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હોવાની ખોટી માહિતી આપીને લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બાદમાં યુવતીઓ પાસેથી પૈસા મેળવીને છેતરપિંડી કરતો હતો. ત્યારબાદ તે પોતાનો મોબાઈલ નંબર બદલી નાંખતો હતો. પોલીસે તેની પાસેથી જુદા જુદા મોબાઈલ કબજે કર્યા છે. જેમાં અનેક યુવતીઓના નગ્ન અને અર્ધનગ્ન ફોટા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓએ ભારતભરમાં આ પ્રકારે 50થી વધ યુવતીઓને છેતરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મોબાઈલમાં યુવતીઓના નગ્ન ફોટા પાડી લેતો હતો
આરોપી સંદીપ મિશ્રા યુવતીઓને વિવિધ હોટેલોમાં બોલાવ્યા બાદ તેને લગંનની લાલચ આપતો હતો. બાદમાં તે યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે તેમના નગ્ન કે અર્ધનગ્ન ફોટા પાડી લેતો હતો. તે યુવતીઓને ફસાવીને તેમની પાસેથી રોકડ રકમ અને વસ્તુઓ મેળવીને છેતરપિંડી કરતો હતો. ે તેની પાસેથી કબજે કરેવામાં આવેલા મોબાઈલમાંથી અનેક યુવતીઓના નગ્ન અને અર્ધનગ્ન ફોટા મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nQb5CM
0 Response to "મેટ્રોમોનિયલ સાઇટ પરથી 50થી વધુ યુવતીઓને ફસાવનારો શખ્સ પકડાયો"
Post a Comment