ભાજપના દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ ખાનગી APMC બનાવી

ભાજપના દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ ખાનગી APMC બનાવી


અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર

કૃષિ કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને એવી ખાતરી આપી રહ્યાં છેકે, ખેત બજાર સમિતી ( એપીએમસી )ને ઉની આંચ સુધૃધાં નહી આવે.

નવા એક્ટને લીધે અમદાવાદ સહિત રાજ્યની એપીએમસીનો વહીવટ કરવો અઘરો બન્યો છે.એટલુ જ નહીં, એપીએમસીની આિર્થક પરિસિૃથતી ડગુમગુ બની છે ત્યારે એપીએમસીના બજાર પર ભાજપનો ડોળો મંડરાયો છે.

ભાજપના નેતાઓએ ખેતબજાર પર કબજો જમાવવાનુ શરૂ કર્યુ છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીના વિશ્વાસુ એવા બિપીન પટેલ(ગોતા ) સાથે ભાગીદારી કરી ખાનગી માર્કેટયાર્ડ બનાવવાનું શરૂ કર્યું છે.  વિઝોલ નજીક રોપડા ગામ પાસે આ ખાનગી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડ બાંધવા પૂરજોશમાં કામ ચાલી રહ્યુ છે. 

ગુજરાતમાં અત્યારે 224 એપીએમસી સરકાર હસ્તક છે. રાજ્ય સરકાર હસ્તક એપીએમસીમાં વર્ષે દહાડે 35 હજાર કરોડની ખેતપેદાશોનું વેચાણ થાય છે. જોકે, મોટા ભાગની સરકારી એપીએંમસી પર ભાજપનો કબજો છે. નવો એક્ટ અમલી બનતાં સરકારી એપીએમસીની સેસની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ એપીએમસીને જ કોરોનાને લીધે પાંચ કરોડ ઉપરાંત સેસની દોઢ કરોડની આવક ગુમાવવી પડી છે.  આ ઉપરાંત રાજ્યની 35 એપીએમસીની આવક ઘટી ગઇ છે. નવા એક્ટને લીધે વેપારીઓ સેસની રકમ બચાવવા એપીએમસીની બહારથી ખરીદી કરી રહ્યંા છે જેના કારણે ખાનગી એપીએમસીને મોકળુ મેદાન મળ્યુ છે.

આ જોતાં ભાજપના નેતાઓને ખાનગી એપીએમસીમાં રસ પડયો છે. ભાજપના ધારાસભ્ય બાબુ જમના-બિપીન પટેલ રોપડા ગામ પાસે 24 હજાર ફુટમાં ખાનગી માર્કેટયાર્ડ બનાવવાનું શરૂ કર્યુ છે.એવી ચર્ચા છેકે, અંદાજે રૂા.200 કરોડના ખર્ચે જમીન ખરીદાઇ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનથી માંડીને રાજ્ય સરકારે જરૂરી મંજૂરી સાથે લીલીઝંડી આપી દીધી છે. આ ખાનગી માર્કેટયાર્ડને કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડ નામ અપાયુ છે. આ માર્કેટયાર્ડમાં ધારાસભ્ય બાબુ જમના પટેલના પુત્ર લલિત પટેલ અને વૈભવ પટેલ ભાગીદાર છે.

આ ઉપરાંત બિપીન પટેલ (ગોતા)ના પુત્ર ધુ્રવ પટેલ પણ હિસ્સેદાર છે. કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડમાં અંદાજે 200થી વધુ દુકાનો છે જેનુ અત્યારથી બુકિંગ કરવામાં આવી રહ્યુ છે.  ખેડૂતોને એવી ખાતરી અપાઇ રહી છેકે, એપીએમસીનું ખાનગીકરણ નહી થાય ત્યારે કૃષિ કાયદો અસ્તિત્વમાં આવતાં જ ભાજપના નેતાઓએ એપીએમસી પર કબજો જમાવવાનું શરૂ કર્યુ છે. 

ચર્ચા છેકે, કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડ એકાદ વર્ષમા ંજ ધમધમતુ થઇ જશે ત્યારે અમદાવાદ એપીએમસીને ખંભાતી તાળા વાગી જશે. હવે સવાલ એછેકે,રાજ્યની સરકારી એપીએમસી આિર્થક રીતે ડચકાં ભરી રહી છે તો પછી ભાજપના નેતાઓને ખાનગી એપીએમસીમાં કેમ રસ પડયો છે તે સમજાતુ નથી.

ભાજપ સરકારે 31 ખાનગી APMCને મંજૂરી આપી 

ખેત બજાર સમિતીને ય તાળાં મારવા ભાજપ સરકારની નીતિ ઘડી હોય તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે. અત્યાર સુધી ભાજપ સરકારે 31 ખાનગી એપીએમસીને મંજૂરી આપી દીધી છે. ખાનગી એપીએમસી શરૂ  કરવામાં ય ભાજપના નેતાઓએ જ રસ દાખવ્યો છે. રાજ્યમાં અમદાવાદ,ગાંધીનગર, રાજકોટ, સુરત, સાબરકાંઠા, વાંકાનેર, ધાનેરા, પાટણ, પાલનપુર, ડિસા, થરાદ, આૃધેશ્વર-કચ્છ ,વલસાડ , ગાંધીધામ માં ખાનગી એપીએમસીને મંજૂરી અપાઇ છે.

ભાજપના બે નેતાઓએ પિપળજમાં ખાનગી ફ્રૂટ માર્કેટયાર્ડ બનાવવા કરોડોની જમીન ખરીદી

ભાજપે ખેત બજાર સમિતીઓ પર કબજો જમાવવા માંડયુ છે. અમિત શાહના અન્ય એક વિશ્વાસુ ગણાતાં ભાજપના નેતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યએ ભાગીદારીમાં પિપળજમાં કરોડોમાં જમીન ખરીદી છે. ચર્ચા છેકે, ખાનગી ફ્રૂટ માર્કેટ બનાવવા જમીન ખરીદાઇ છે.માર્કેટયાર્ડની મંજૂરી માટે પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.સરકારની લીલીઝંડી બાદ બાંધકામ શરૂ કરાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XtRcqk

0 Response to "ભાજપના દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ ખાનગી APMC બનાવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel