બનાસકાંઠાની શાળાઓમાં પ્રથમ દિવસે 38 ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી

બનાસકાંઠાની શાળાઓમાં પ્રથમ દિવસે 38 ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી

પાલનપુર, ડીસા તા.11 જાન્યુઆરી 2021, સોમવાર

બનાસકાંઠા જિલ્લામાં દશ માસ બાદ ધો.૧૦ અને ૧૨ માં વિદ્યાર્થીઓ નું શિક્ષણકાર્ય શરૃ થયું છે જેના પ્રથમ દિવસ સોમવારે જિલ્લાની ૫૬૯ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સામે ૩૮ ટકા વિદ્યાર્થીઓ ની ગેરહાજરી નોંધાઈ હતો. જોકે હાલ શરૃઆત ના તબક્કે સ્કૂલો મોર્નીગ પાળીમાં શરૃ કરાઇ છે .તેમજ સ્કૂલ બસો બંધ હોઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ વાહનોના અભાવે પ્રથમ દિવસે સ્કૂલ પહોંચી શક્યા ન હતા. 

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ વર્ષ ૨૦૨૦માં શાળાઓ બંધ રહેતા વિધાર્થીઓ શિક્ષણ થી વંચિત રહ્યા હતા .પરંતુ ધો.૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓનું શેક્ષણિક વર્ષ ન બગડે તે માટે સરકાર દ્રારા ૨૦૨૧માં પ્રારંભિક તબક્કે કોરોના સંકટ હળવું થતા તા.૧૧ જાન્યુઆરી થી શાળાઓમાં ધો.૧૦ અને ૧૨ ના વર્ગ શરૃ કરવાની મજૂરી આપતા બનાસકાંઠા જિલ્લામાં દશ માસના લાંબા વેકેશન બાદ ૫૬૯ સ્કૂલો ખુલી હતી. જેમાં સાંસદ સભ્ય,ધારાસભ્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈન મુજબ શાળાઓમાં પ્રબેશ અપાયો હતો .જેમાં પ્રથમ દિવસે ધો. ૧૦ માં કુલ. વિદ્યાર્થીઓ ૫૪.૭૭૨ પૈકી ૧૪૦૦૦ હજાર જ્યારે ધો.૧૨માં કુલ વિદ્યાર્થી  ૨૦૫૩૦ પૈકી ૯૮૦૦ મળી ને ૨૩૮૦૦ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા .જેમના વાલીઓએ પણ પોતાના બાળકોને  કોરોના ગાઈડલાઈન માં પાલન સાથે સ્કૂલમાં મોકલવાની સંમતિ આપી હતી .જોકે હાલ માં તબક્કે સ્કૂલ વાન તેમજ સ્કૂલ બસો બંધ હોઈ તેમજ સ્કૂલ નો સમય સવારનો હોઈ સોમવાર શરૃ થયેલી શાળામાં ગ્રામીણ વિસ્તારના બાળકો વાહનો ના અભાવે સ્કૂલ આવી શક્યા ન હોવાનું વાલીઓએ જણાવ્યુ હતું.

પ્રથમ દિવસે સ્કૂલ માં આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા

બનાસકાંઠા જિલ્લાની ૫૬૯ સ્કૂલો સોમવાર થી શરૃ થતા પ્રથમ દિવસે ધો. ૧૦ માં કુલ. વિદ્યાર્થીઓ ૫૪.૭૭૨ પૈકી ૧૪૦૦૦ હજાર વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨માં કુલ વિદ્યાર્થી  ૨૦૫૩૦ પૈકી ૯૮૦૦ વિદ્યાર્થી મળી ને ૨૩૮૦૦ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા.

કુંભાસણમાં શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની હાઈસ્કૂલમાં સોમવારે જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા,ઇઆઈ નૈનેશભાઈ દવે,એડીઆઈ આર. જી. પટેલ અને એસ. બી. પટેલ ની ઉપસ્થિતી માં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ ને  હાથ સેનિટાઇઝ કરાવી, માસ્ક વગરનાં છાત્રોને માસ્ક આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oCdSAJ

0 Response to "બનાસકાંઠાની શાળાઓમાં પ્રથમ દિવસે 38 ટકા વિદ્યાર્થીઓની ગેરહાજરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel