મહેસાણા જિલ્લામાં 10 સ્થળોએ કોરોના રસીકરણની વ્યવસ્થા કરાઈ

મહેસાણા જિલ્લામાં 10 સ્થળોએ કોરોના રસીકરણની વ્યવસ્થા કરાઈ

મહેસાણા,તા.11 જાન્યુઆરી 2021, સોમવાર

મહેસાણા જિલ્લામાં આગામી ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ આપવાનો પ્રારંભ થનાર છે. જેમાં ફ્રન્ટલ લાઈન કર્મચારીઓ તેમજ ૫૦ વર્ષથી વધુની ઉંમરના ૫ લાખથી વધુ લોકોને પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવ્યા છે. જેઓને જિલ્લાના ૧૦ સ્થળોએ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની મંજુરી બાદ દેશભરમાં આગામી ૧૬ જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ આપતી વેક્સીન લોકોને આપવાની શરૃઆત કરવામાં આવનાર છે. તે અંતર્ગત મહેસાણા જિલ્લામાં વેક્સીનેશનની વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બે વખત ડ્રાયરન પણ થયું છે. જ્યારે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આરોગ્યતંત્ર દ્વારા સર્વેની કામગીરી કરીને ૫૦ વર્ષથી ઉંમરના અને અન્ય બિમારીઓ ધરાવતા ૫૦ વર્ષથી નીચેની ઉંમરના લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મહેસાણા જિલ્લામાં આરોગ્ય તંત્ર, પોલીસ, મહેસુલી, પંચાયત, એસટી સહિતના સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત ફ્રન્ટલ લાઈન વર્કરો અને ૫૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા પાંચ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ કામગીરી કરવા માટે મહેસાણા જિલ્લામાં ૧૦ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં વડનગર મેડિકલ કોલેજ, મહેસાણા સિવિલ હોસ્પિટલ, ભાગ્યોદય હોસ્પિટલ, કડી એસડીએસ વિસનગર, એસડીએસ ઊંઝા, સામુહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા, સામુહિક આરોગ્ય કેન્દ્ર જોટાણા, બેચરાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખેરાલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સતલાસણા સામુહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nARA0L

0 Response to "મહેસાણા જિલ્લામાં 10 સ્થળોએ કોરોના રસીકરણની વ્યવસ્થા કરાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel