
આજથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર
અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર
16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળનુ એલાન જારી કર્યુ છે. મંગળવારથી રાજ્યના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ પર જશે.
આરોગ્ય કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ નિવેડો આવી શ્કયો નથી . આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાથે પણ બેઠક યોજાઇ હતી તેમ છતાંય પ્રશ્નો ઉકેલાઇ શકયા નથી. આરોગ્ય વિભાગે કર્મચારીઓની પ્રશ્નોનો ઉકેલ લાવવા સ્પષ્ટ નન્નો ભણી દીધો છે ત્યારે રાજયની 33 જિલ્લા પંચાયતના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ ભાજપ સરકાર સામે મોરચો માડવા નક્કી કર્યુ છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યુ છેકે, આવતીકાલ તા.12મી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે. આ ઉપરાંત ગાંધીનગરમાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ-ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે.
આરોગ્ય કર્મચારીઓએ એવી ય ચિમકી ઉચ્ચારી છેકે, 16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે પણ રસી લેશે. એટલું જ નહીં, કોરોનાની રસી આપવાની કામગીરીથી અળગા રહેશે. હવે જયારે રસીકરણ શરૂ થવા જઇ રહી ત્યારે જ આરોગ્ય કર્મચારીઓ વિરોધનો બુંગિયો ફૂંક્યો છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Ae3H1
0 Response to "આજથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર"
Post a Comment