ઉત્તર ગુજરાતના પાટણમાં માત્ર 4 કોરોના કેસ નોંધાયા

ઉત્તર ગુજરાતના પાટણમાં માત્ર 4 કોરોના કેસ નોંધાયા

મહેસાણા,તા.18 જાન્યુઆરી 2021, સોમવાર

ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોનાની એન્ટ્રી થતાં દિન-પ્રતિદિન કેસો વધ્યા હતા અને લોકો આર્થિક તેમજ કોરોના ભયના ઓથાર વચ્ચે જીંદગી વિતાવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ ઘટયું છે. જેમાં આજે મહેસાણા અને બનાસકાંઠામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે પાટણ જિલ્લામાં ૪ કોરોનાના કેસ નોંધાયા છે.

છેલ્લા ચારેક દિવસોથી પાલનપુરમાં કોરોનાના એક કે શૂન્ય કેસ જોવા મળ્યા છે અને આજે સોમવારે પણ બનાસકાંઠામાં એકપણ કેસ નોંધાયો નથી. મહેસાણા જિલ્લામાં પણ કોરોના સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નથી. જ્યારે પાટણ જિલ્લામાં પણ છેલ્લા સપ્તાહથી ઓછા કેસો નોંધાયા છે. જેમાં આજે પાટણ શહેરમાં ચાર કોરોના કેસ નોંધાયા છે. જેમાં નાગર લીમડામાં બે વર્ષની બાળકી, વનાગવાડામાં ૨૪ વર્ષીય યુવતિ તથા ૨૭ વર્ષનો યુવક તેમજ પાર્થ રેસીડન્સીમાં ૩૭ વર્ષીય યુવક કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં જિલ્લાનો કોરોના આંક ૪૧૬૮ થવા પામ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39KlM4H

0 Response to "ઉત્તર ગુજરાતના પાટણમાં માત્ર 4 કોરોના કેસ નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel