ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાયો

ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાયો


ભુજ,તા. 19 જાન્યુઆરી 2021,મંગળવાર

કચ્છમાં ફરી તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડનું મોજુ ફરી વળ્યું હતું. નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. ભુજ ૧૦.૮ ડિગ્રી સાથે ત્રીજા નંબરનું શિત કેન્દ્ર બન્યું હતું. કંડલા એરપોર્ટ કેન્દ્રમાં ૧ર.ર ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧ર.૯ ડિગ્રી સે.લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અરબી સમુદ્ર પર વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સર્જાતા તેની અસર સરહદી જિલ્લામાં જોવા મળી હતી. નલિયામાં ન્યુનત્તમ તાપમાનનો પારો ૮.૪ ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. છેલ્લા લાંબા સમયથી તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં રહેતા લોકોને ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી.

જિલ્લા મથક ભુજમાં ગતરાત્રિથી ઠંડીનું જોર વધ્યું હતું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી લોકોને ઠંડીમાં રાહત મળી હતી. સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. લઘુત્તમ તાપમાન ગઈકાલની સરખામણીએ ર.૬ ડિગ્રી નીચે ઉતરતા ૧૦.૮ ડિગ્રીના આંકે સ્થિત રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈને ર૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૩ ટકા જેટલંુ  ઉચુ અને સાંજે ૩૩ ટકા નોંધાયુ હતું. પવનની દિશા ઉત્તરની  અને ગતિ ૩ કિ.મી.ની રહેવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M8Cum1

0 Response to "ધુમ્મસભર્યા માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel