પેરોલ ફર્લો સ્કવોડે બે તાલુકામાં ગુના કરી ફરાર થઈ ગયેલા 2 આરોપી પકડાયા

પેરોલ ફર્લો સ્કવોડે બે તાલુકામાં ગુના કરી ફરાર થઈ ગયેલા 2 આરોપી પકડાયા


સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર

સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા સીઆઈડી ક્રાઈમ પોલીસ મહાનિરર્દેશક દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્વડની ટીમે અલગ-અલગ તાલુકાઓમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

 જે દરમ્યાન લીંબડી સબ જેલનો ફરાર કેદી અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સગીરાના અપહરણના ગુન્હાના નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુન્હાઓના નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ અંતર્ગત પેરોલ ફર્લો સ્કોર્વડની ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન લીંબડી પાણશીણા પોલીસ મથકના નાસતા ફરતાં આરોપી તેમજ પેરોલ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચેકીંગ હાથધર્યું હતું જેમાં પાણશીણા પોલીસ મથકના મારામારીના ગુન્હામાં લીંબડી સબ જેલમાં સજા ભોગવી રહેલ અને વચ્ચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદી ઘનશ્યામભાઈ ઉર્ફે કબો ડાહ્યાભાઈ મીઠાપરા ઉ.વ.૩૦, રહે.પરનાળા તા.લીંબડીવાળાને પોતાના ઘેર પરનાળા ખાતેથી ઝડપી પાડી કોરોના ટેસ્ટ કરાવી લીંબડી સબ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ઝીંઝુવાડા પોલીસ મથકના સગીરાના અપહરણના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતાં આરોપી દશરથભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉ.વ.૨૭, રહે.લોટીયા તા.રાધનપુરવાળાને રાધનપુરખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝીંઝુવાડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આ બન્નેકામગીરીમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્વડના પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત સ્ટાફના નરપતસિંહ, મહિપતસિંહ, ગુલામરસુલ, અસ્લમખાન, ભરતસિંહ, સનતભાઈ, અશ્વીનભાઈ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qKnGci

0 Response to "પેરોલ ફર્લો સ્કવોડે બે તાલુકામાં ગુના કરી ફરાર થઈ ગયેલા 2 આરોપી પકડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel