હળવદના ટીકર ગામે 1 યુવાનને છરીના ઘા ઝીંકીને ધમકી આપી

હળવદના ટીકર ગામે 1 યુવાનને છરીના ઘા ઝીંકીને ધમકી આપી


હળવદ, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર

હળવદ તાલુકાના ટીકર ગામે ગુરૂવારે બપોરના રોજ પુલ પાસે ખોદકામ કરતો હોય જેથી પુલને નુકસાની થાય તેમ હોય ના પાડતા તેથી ફરિયાદી તથા હબીબભાઈ  ખોદવાની ના પાડે છે જેનો ખાર રાખી આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ફરીયાદ પોલીસમાં નોંધાઇ છે.

હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ટીકર ગામે રહેતા ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી નવઘણભાઈ વેલાભાઇ ભીલ તથા મનસુખભાઈ વેલાભાઇ ભીલ રહે. બંને ટીકર સામે ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી બંદૂકનો ભડાકો કરવા જતા ભડાકો થયેલ નહીં જેથી પગના સાથળના પાછળના ભાગે ઈજા કરી તથા આરોપી મનસુખભાઈએ મારી નાખવાની ધમકી આપી જે બાબતે હળવદ પોલીસમાં નોંધાવતા હળવદ પોલીસ દ્વારા  ઘટનાસ્થળે ધસી જઈ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o3Kimt

0 Response to "હળવદના ટીકર ગામે 1 યુવાનને છરીના ઘા ઝીંકીને ધમકી આપી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel