GSTના નેટવર્ક પર સાયબર એટેક થતાં રિટર્નની કામગીરી ખોરવાઈ

GSTના નેટવર્ક પર સાયબર એટેક થતાં રિટર્નની કામગીરી ખોરવાઈ


પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 21 જાન્યુઆરી, 2021, ગુરૂવાર

ગુજરાત સહિત દેશભરના વેપારીઓના રિટર્ન ફાઈલ કરવા માટેના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નેટવર્ક પર સાયબર એટેક થતાં તેના કામકાજ ખોરવાઈ ગયા છે. સવારે દસ વાગ્યાથી સાડા બારથી એક વાગ્યા સુધી જીએસટીનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. સાડાબાર એક વાગ્યા પછી નેટવર્ક ચાલુ તો થયું પરંતુ અત્યંત ધીમું ચાલુ થયું છે.

જી.એસ.ટી. કમિશનર જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે સાયબર એટેક થયો છે. પરંતુ જીએસટીએનના એક્સપર્ટ્સની ટીમે તેને મહદંશે નાકામિયાબ બનાવ્યો છે. તેને પરિણામે જીએસટીએન નેટવર્ક સાવ બંધ થયું નથી. આ એટેક કોણે અને ક્યાંથી કર્યો તેની તલાશ ચાલુ કરી દેવામાં આવી છે. 

વાર્ષિક રૂા. 5 કરોડથી ઓછી રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ખરીદી, વેચાણ અને ટેક્સની જવાબદારી અંગે ડિપાર્ટમેન્ટને માહિત ગાર કરતું જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હતો ત્યારે જ બેથી ત્રણ કલાક માટે નેટવર્ક સાવ જ ઠપ થઈ જતાં વેપારીઓની કઠણાઈ વધી ગઈ હતી.

સાયબર એટેકને પરિણામે વેપારીઓના રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થઈ શકે છે. કારણ કે આ લખાય છે ત્યારે પણ નેટવર્ક ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જીએટસી ટેક એટ ધ રેટ ઇન્ફોસિસ અન્ડર સ્કોર જીએસટીએન દ્વારા 21મી જાન્યુઆરીએ બપોરે 1.28 કલાકે કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક વાંધાજનક પરિબળો દ્વારા સાયબર સ્પેસમાં કેટલીક પ્રવૃત્તિએ કરવામાં આવી રહી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. તેને પરિણામે કેટલાક ટેક્સ પેયર્સને કદાચ જીએસટી પોર્ટલને એક્સેસ કરવામાં થોડી તકલીફ પડી હોવાની સંભાવના છે.

અમે જીએસટી નેટવર્કમાં ઊભી થયેલી સમસ્યા ઉકેલી નાખી છે. જીએસટીએનની સાયબર સ્પેસમાં ચાલતી પ્રવૃત્તિને બ્લોક કરી દીધી છે. વેપારીઓને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ પોર્ટલમાં પ્રવેશવા માટે નવેસરથી પ્રયાસ કરે. આ સમસ્યાને કારણે વેપારીઓને તકલીફ પડી હોય તો તે માટે અમે દિલગીર છીએ. 

બીજી તરફ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિયેશને જીએસટી પૂર્વેના સમયગાળાની બાકી ડિમાન્ડના કેસો સેટલ કરી આપવા માટે વન ટ ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવવા વિનંતી કરી છે. તેમ ન કરી શકાય તેમ હોય તો તેવા સંજોગોમં વેટની માફી યોજનાની મુદત પણ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે. જીએસટીનો અમલ શરૂ થયો તે પૂર્વેના વેટના બાકી લેણા અંગેના વિવાદોનો અંત લાવી દેવા માટે આ માગણી કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y00udN

0 Response to "GSTના નેટવર્ક પર સાયબર એટેક થતાં રિટર્નની કામગીરી ખોરવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel