પશ્ચિમ વિસ્તારમાં બાકી ટેક્સ અંગે વધુ 10 મિલકતો સીલ

પશ્ચિમ વિસ્તારમાં બાકી ટેક્સ અંગે વધુ 10 મિલકતો સીલ


અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ ખાતા દ્વારા ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં ટેક્સ ભરવામાં ગલ્લાં તલ્લાં કરતાં લોકોની વધુ 10 મિલકતો સીલ કરવામાં આવી છે. ટેક્સ ખાતા દ્વારા દર વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન આ રીતે 'સીલ' કરવાની ઝુંબેશ 'ટાર્ગેટ' પુરો કરવા માટે કરાતી હોય છે.બાકી તો મિલકતના માલિક અને ટેક્સના કર્મચારી-અધિકારી વચ્ચે મીલીભગત ચાલતી હોય છે.

આ અંગે ઉત્તરપશ્ચિમ ઝોનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર 3 સ્થળોએ પાંચ મિલકતો સીલ કરી છે. જેનો 2.96 લાખથી લઇને 6.18 લાખનો ટેક્સ બાકી છે. સીલ કરાયેલી મિલકતોમાં વિદ્યા રિયાલીટી, એફ 23-24 શક્તિ એસ્ટેટ, થલતેજ, સાર્થવ ઇન્ફ્રાસ્ટ્રકચર 1106, 1107 અભીશ્રી, વસ્ત્રાપુર અને હરેન્દ્રભાઈ વ્યાસ એફએફએ સિલ્વર સ્કવેર, થલતેજનો સમાવેશ થાય છે.

જ્યારે પશ્ચિમ ઝોનના ટેક્સ ખાતા દ્વારા સીલ કરાયેલી મિલકતોમાં (1) દુકાન નં. 6, સુજન ટાવર નારણપુરા, (2) પ્રમુખભાઈ પટેલ, પાંચદાજી કોલોની, નારણપુરા, (3) દેવી વાડજ એસો., દિવ્યલોક કોમ્પ્લેક્સ, નવાવાડજ, (4) હસન અસગરી જીનવાલા, સિગ્મા સીમ્પલેગસી, આંબાવાડી (5) આદીલેન્ડ ડીલ સીજીપ્રોજેક્ટ, હેરીટેજ હોરીજન, નવરંગપુરાનો સમાવેશ થવા જાય છે. 2.21 લાખથી 4.03 લાખનો આ મિલકતો પાસે ટેક્સ બાકી છે. ટેક્સ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ બાદ સાતેય ઝોનમાં 'સીલ' મારવાની ઝુંબેશ હાથ ધરાનાર છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oEZGH8

0 Response to "પશ્ચિમ વિસ્તારમાં બાકી ટેક્સ અંગે વધુ 10 મિલકતો સીલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel