મ્યુનિ.એ સિમ્સ હોસ્પિટલના 68 બિલોમાં રૂપિયા 20 લાખના ગોટાળા પકડયા

મ્યુનિ.એ સિમ્સ હોસ્પિટલના 68 બિલોમાં રૂપિયા 20 લાખના ગોટાળા પકડયા


અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર

અમદાવાદમાં કોરોનાની મહામારીને કેટલીય ખાનગી હોસ્પિટલો અને હેલ્થ વિભાગના અધિકારીઓએ કમાણીના અવસરમાં પલ્ટાવી દીધી હતી. મ્યુનિ.એ હસ્તગત કરેલી હોસ્પિટલો પૈકી સૌથી વધુ ફરિયાદો સીમ્સ હોસ્પિટલ સામે ઊભી થવા પામી છે. આ અંગે સીમ્સના બિલોની મ્યુનિ.ના ઓડિટ ખાતાએ ચકાસણી કરતા 68 જેટલા  બિલોમાં રૂ. 20 લાખની બૂલો પકડાઈ છે. આ રકમ વસૂલ કરવા ઉપરાંત પેનલ્ટી પણ લેવાશે તેમ જણાય છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સીમ્સ હોસ્પિટલના મેનેજમેન્ટે મ્યુનિ.ને 7 પાનાની વિસ્તૃત નોટિસ ફટકારી છે. જેમાં ક્યા દર્દીના નાણાં કઈ રીતે વધારે લેવાયા તેની કેસ વાઈઝ વિગતો આપવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.ના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જે રૂ. 20 લાખની વસુલાત છે, તે પહેલાં કરાશે અને ત્યારબાદ તમામના કેસ પ્રમાણે ખુલાસા પૂછવામાં આવશે. જે કેસમાં ખુલાસો ગ્રાહ્ય રાખી શકાય તેમ નહીં હોય તે કેસમાં મોટી રકમની પેનલ્ટી પણ ઝીંકવામાં આવશે. મ્યુનિ.એ હવે મોટા બિલો ફટકારતી હોસ્પિટલો સામે પગલાં લેવાનું ચાલુ કર્યું છે.

આ નોટિસમાં કેટલાંક દર્દીઓ એવા જણાવાયા છે જેમની તબિયત સારી હોવા છતાં એચડીયુ અનેઆઈસીયુમાં દાખલ કરેલ છે. સૌથી વધુ 31 દર્દીઓ એવા જણાયા છે. જેમના કોરોના પોઝિટિવના રીપોર્ટ અને આઈકાર્ડ બિલીંહગનાડેટાાં સામેલ કરેલ નથી. જ્યારે 9 દર્દીઓ   મ્યુનિ. કોર્પોરેશનની હદ બહારના હોવાનું જણાયું છે.

દર્દીને જરૂર ના હોય તો પણ 10 દિવસ સુધી એચડીયુ યુનિટમાં રખાયાનું પણ માલુમ પડયું છે. અમુક દર્દીના બિલમાં ના હોય તેવા ચાર્જીસ દર્શાવ્યા છે. આ પ્રકારની અનિયમિતતાઓતી મ્યુનિ.ને પણ આર્થિક નુકસાન પહોંચાડાયું છે. આ તમામ બાબતોના દિવસ સાતમાં ખુલાસા કરવા તાકિદ કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oEhhyX

0 Response to "મ્યુનિ.એ સિમ્સ હોસ્પિટલના 68 બિલોમાં રૂપિયા 20 લાખના ગોટાળા પકડયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel