૧૪ જાન્યુ.થી સાડા ત્રણ માસ સુધી લગ્ન સહિતના માંગલિકો પ્રસંગોને બ્રેક

૧૪ જાન્યુ.થી સાડા ત્રણ માસ સુધી લગ્ન સહિતના માંગલિકો પ્રસંગોને બ્રેક

ભુજ, સોમવાર

દરવર્ષે ૧૫ ડિસેમ્બરાથી ધનારકનો પ્રારંભ થતા એકમાસ સુાધી તા. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ સુાધી માંગલિક પ્રસંગોનું આયોજન કરવામાં નાથી આવતું. ત્યારબાદ કમુરતા ઉતરતા લગ્નસરાની સીઝન શરૃ થાય છે. સાથો-સાથ શુભકાર્યો પણ કરે છે. પરંતુ ચાલુ વર્ષે ૧૫ ડિસેમ્બરાથી ૨૦૨૧ના એપ્રિલની ૨૦ તારીખ સુાધી લગ્નના કોઈ મુર્હુત નાથી. જેાથી લગ્નવાચ્છુંકોએ ૧૪ ડિસેમ્બર સુાધીના મુર્હુતમાં લગ્ન કરી લેવા પડશે અન્યાથા સાડા ત્રણ માસ બાદ લગ્નના મુહુર્તો શરૃ થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગતમાર્ચાથી કોરોના કારણે લગ્નની સીઝન ફેઈલ ગઈ હતી. ઉપરાંત આ વર્ષે ઈન્ટરનેશનલ ફલાઈટ બંધ હોવાના કારણે એન.આર.આઈ. લગ્નો પણ બંધ છે. આટલુ ઓછું હોય એમ કોરોના વચ્ચે ડિસેમ્બરાથી ગ્રહોનું ગ્રહણ લાગશે. હવે ડિસેમ્બરના ગણ્યા ગાંઠયા દિવસ જ લગ્નના મુર્હુત છે.  હિન્દુશાસ્ત્ર અનુસાર ધનારક અને મીનારકના લગ્ન સહિતના સારા પ્રસંગો ગણવા વજર્ય છે. તેમજ ગુરૃ-શુક્રના અસ્તમાં પણ લગ્નો યોજી શકાતા  નાથી. ઉપરાંત લગ્નમાં વર-કન્યાનું સુર્ય-ચંદ્ર અને ગુરૃનું બળ પણ મહત્વનું ગણાય છે. કૃષ્ણપક્ષમાં તારાબળ મહત્વનું છે. ધનારક વિશે માહિતી આપતા જ્યોતિષવિદ્ના જણાવ્યા પ્રમાણે ધનાર એટલે ધન સંક્રાંતિમાં સુર્યનો ધનુરાશિમાં પ્રવેશ થાય છે. ધન એ ગુરૃની રાશિ છે. જેમાં સુર્ય પ્રવેશતા રાજા અને ગુરૃ બંને જ્ઞાન સત્રમાં વ્યસ્ત થાય છે. જેના કારણે ધનારકમાં લગ્ન સહિતના શુભ પ્રસંગો યોજાતા નાથી. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા-મહી નદી વચ્ચેના વિસ્તારમાં ધનારકનો દોષ લાગતો નાથી. ગુરૃ-શુક્રના અસ્તમાં પણ જો લગ્ન કરવા જ પડે તેવી સિૃથતી હોય તો ગુર-શુક્રના જાપ કરાવવા તાથા બ્રાહ્મણ પાસેાથી ગુર-શુક્ર ગ્રહની શાંતિ પણ કરાવવી આવશ્યક છે. આગામી ૧૫ ડિસેમ્બરાથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ સુાધી ધનારક-કમુરતા છે તેાથી ૧૫ ડિસેમ્બરાથી લગ્નો સહિતના સારા પ્રસંગો પર બ્રેક લાગી જશે અને ૧૬ જાન્યુઆરીથી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૧ સુાધી ગુરૃ ગ્રહ અસ્ત છે અને ૧૪ ફેબુ્રઆરીથી ૨૦ એપ્રિલ ૨૦૨૧ સુાધી તેમાં શુક્ર ગ્રહનો અસ્ત થાય છે. ત્યારબાદ ૨૧ માર્ચાથી ૨૮ માર્ચ ૨૦૨૧ સુાધી હોળાષ્ટકમાં પણ શુભ પ્રસંગો નહિ યોજી શકાય. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qEPWxM

0 Response to "૧૪ જાન્યુ.થી સાડા ત્રણ માસ સુધી લગ્ન સહિતના માંગલિકો પ્રસંગોને બ્રેક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel