
કચ્છની જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ
ભુજ, સોમવાર
જિલ્લા કલેક્ટર, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજ અને મુખ્ય જિલ્લા તબીબી અિધકારીની કચેરીનાં સંકલન અને માર્ગદર્શન હેઠળ ભુજ, મુન્દ્રા, અંજાર પ્રાંતની ડેડિકેટેડ કોવીડ હોસ્પિટલ, જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ, સેન્ટ્રલ હોસ્પિટલ ભુજ, દિશાન લાઇફ કેર હોસ્પિટલ, ભુજ, એલાયન્સ હોસ્પિટલ, મુન્દ્રા, મીમ્સ હોસ્પિટલ મુન્દ્રા, એન્કરવાલા હોસ્પિટલ, માંડવી, સેન્ટ જોસેફ હોસ્પિટલ, ગાંધીધામ, ન્યુ હરિ ઓમ હોસ્પિટલ, ગાંધીધામ, ખાતે ફાયર મોકડ્રીલ આયોજીત કરવામાં આવી હતી.
મોકડ્રીલના ભાગરૃપે ICU વોર્ડમાં ફાયર એકટ્ટીન્ગવીશ કરવું. ક્રિટીકલ પેશન્ટ ઇવેકયુલેશન તાથા જરૃરી ઇમરજન્સી પ્રોટોકોલ, કિલનીકલ પ્રોટોકોલ, ઇલેકટ્રીકલ સેફટી અવલોકન વગેરે ડ્રિલ એકસરસાઇઝના ભાગરૃપે કરાઇ હતી. જેમાં તબીબો, પેરા મેડિકલ, નર્સીંગ સ્ટાફ, સિકયુરીટી તાથા ફરજ પરના સફાઇ કામદારોએ ભાગ લીધો હતો. વાધુમાં જિલ્લા તંત્ર તરફાથી સબંિધત પ્રાંત વિસ્તારમાં નગરપાલીકા ફાયર ઓફિસર તાથા તેમની ટીમ, ઇ.આર.સી. ફાયર ઓફિસર અને ફાયરમેનો હાજર રહી મોકડ્રીલને જરૃરી માર્ગદર્શન પુરૃ પાડેલ હતુ.
વાધુમાં મોકડ્રીલને વાધુ અસરકારક બનાવવા અને તેની યોગ્ય સમીક્ષા હેતુ સબંિધત પ્રાંત વિસ્તારમાં મામલતદાર(ઇન્સીડેન્ટ કમાન્ડર), પોલીસ વિભાગના અિધકારીઓ, ફાયરની ટીમો અને હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ મોકડ્રીલમાં ઉપસિૃથત રહ્યા. જયારે જિલ્લા કક્ષાએ ભુજ પ્રાંત વિસ્તારમાં મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કચ્છ, મુખ્ય જિલ્લા તબીબી અિધકારી, કચ્છ ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસર, તાથા નગરપાલીકા ભુજના ફાયર ઓફિસર અને તેમની ટીમ સાથે મોકડ્રીલમાં ભાગ લઇ અને તેની સમીક્ષા કરી હતી.
ફાયર મોકડ્રીલ પૂર્ણ કર્યા બાદ જરૃરી ઓબ્ઝર્વેશન અને ફીડબેક કરવામાં આવ્યુ હતુ. જેમા ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મુખ્ય જિલ્લા તબીબી અિધકારી, કચ્છ તરફાથી, ફાયર વિભાગ, પોલીસ વિભાગ વિગેરે દ્રારા જરૃરી સુચનો અને ક્ષમતા, સંવાર્ધન અને તાલીમ અંગે સમીક્ષા કરાઇ હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VRyeck
0 Response to "કચ્છની જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ"
Post a Comment