
પોઝિટિવ કેસો વધવાની સાથે હવે કચ્છમાં કોરોનાથી મોતની સંખ્યા વધવા લાગી
ભુજ, સોમવાર
પહેલા દિવાળીના તહેવારોને લઈને ભીડ અને હવે લગ્ન પ્રસંગોમાં જામતી ભીડના લીધે કોરોના વકરી રહ્યો છે. પોઝીટીવ કેસોમાં વધારો થવાની સાથોસાથ હવે મોતના કેસોમાં પણ વધારો થતો હોય તેમ આજે એક વ્યકિતનું મોત થયુ હતુ. આજે અંજાર શહેરમાં ૩, ભુજ શહેરમાં ૫, તાલુકામાં ૨, ગાંધીધામ શહેરમાં ૪, ગ્રામ્યમાં ૧, માંડવી તાલુકામાં ૩, મુંદરા તાલુકામાં ૨, નખત્રાણા તાલુકામાં ૩ અને રાપર શહેરમાં ૨ તેમજ ગ્રામ્યમાં ૧ કેસ નોંધાયો હતો. આજે શહેરી વિસ્તારમાં ૧૪ અને ગ્રામિણમાં ૧૨ કેસો નોંધાયા હતા. એમ આજે નવા ૨૬ કેસો નોંધાયા હતા. એકટીવ કેસોમાં ધરખમ વધારો થતા થોડા જ દિવસોમાં ૨૬૪ થયા છે. તો રેકર્ડ પર મોતનો આંક ૭૬ થયો છે. ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી.
લગ્ન પ્રસંગોની સીઝન ચાલી રહી છે જેમાં મહેમાનોની સંખ્યા નિર્ધારીત કરવામાં આવી હોવા છતા લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યા નિધાર્રીત કરતા વધી જાય છે. તો વળી, લગ્ન પ્રસંગોમાં માસ્ક પહેરાતા નથી અને સોશ્યિલ ડિસ્ટન્સનો પાલન કરાતુ નથી એટલે કોરોનાના કેસોની સંખ્યા હજુ વધે તો નવાઈ નહિં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33URPNf
0 Response to "પોઝિટિવ કેસો વધવાની સાથે હવે કચ્છમાં કોરોનાથી મોતની સંખ્યા વધવા લાગી"
Post a Comment