
યુનિ.માં પીજી પ્રવેશમાં મેરિટમાં વિદ્યાર્થીઓને અન્યાયની ફરિયાદો
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
કોરોનાને પગલે ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીમાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે લેવાઈ છે ત્યારે ઓનલાઈન પરીક્ષાના વિદ્યાર્થીઓ પીજી પ્રવેશમાં મેરિટમાં આગળ છે અને ઓફલાઈન પરીક્ષાના વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.
ઓનલાઈન પરીક્ષામાં બી.કોમમાં ઘણા વિદ્યાર્થીઓને પુરા 100 માર્કસ મળ્યા છે અને ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓ પુરા માર્કસ મેળવી શક્યા નથી. આ ઉપરાંત લૉ.ની પરીક્ષામા પણ ઓનલાઈન મોડમાં આપનારા ઘણા વિદ્યાર્થીઓએ ઘણી ઊંચી ટકાવારી મેળવી છે.જ્યારે ઓફલાઈન પરીક્ષા આપનારા પાછળ રહ્યા છે.
આમ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાને લઈને પીજીમા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.જુદા જુદા કોર્સના મેરિટમાં ઓનલાઈન પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થી મેરિટમાં ઉપર છે જ્યારે ઓફલાઈન પરીક્ષા પાસ કરનારા મેરિટમાં નીચે છે. યુનિ.માં પીજી પ્રવેશમા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે બેઠકો વધારવા માટે પણ રજૂઆત કરવામા આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Qbspy
0 Response to "યુનિ.માં પીજી પ્રવેશમાં મેરિટમાં વિદ્યાર્થીઓને અન્યાયની ફરિયાદો"
Post a Comment