રમણ પટેલ વિરૂધ્ધ જમીનની છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો

રમણ પટેલ વિરૂધ્ધ જમીનની છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો


અમદાવાદ, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર

થલતેજમાં રહેતા 85 વર્ષના વૃધ્ધની જમીન પચાવી પાડવાનું કવતરૂ ઘડનારા પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ તથા અન્ય શખ્સો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

થલતેજમાં રહેતા આંબલીવાળા વાસમાં રહેતા કોડાજી વી.ઠાકોર(85) ઘાટલોડીયામાં જમીન ધરાવે છે. તેમના માતા કંકુબહેનનું અવસાન થતા માતાના વારસદાર તરીકે રેવન્યુ રેકર્ડમાં ખોડાજી ઠાકોરનુંનામ દાખલ થયું હતું. દરમિયાન તેમણે તેમના દિકરા પાસે સાત બારની નકલ કઠાવતા તેમાથી તેમનું નામ નીકળી ગયું હોવાનું અને આ જમીનમાં સોમેશ્વર ખેતી સહકારી મંડળીનું નામ ચઢી ગયું હતું.

ઉપરાંત આ જમાનીમાં મે.પઢાર એન્ડ કુ.ના ભાગીદાર પરષોત્તમદાસ રેવનદાસ, પ્રભુદાસ રેવનદાસ, કાનજીભાઈ રેવનદાસ તથા રેવનદાસ કહરાભાઈના નામની રેવન્યુ રેકર્ડમાં વેચાણની નોંધ હતી. જેમાં વેચાણ આપનાર તરીકે ખોડાજી ઠાકોરને દર્શાવવામાં આવ્યા હતા. જોકે તેઓ ક્યારેય આ વ્યક્તિઓને મળ્યા નથી કે તેમની જમીન પણ વેચાણથી આપી નથી. રેવનદાસ કહરાભાઈનું અવસાન થતા આ ચાર વ્યક્તિના નામ વારસાઈ નોંધમાં ચઢાવેલા હતા.

ખોડાજીએ જમીનના રેવન્યુ રેકર્ડના જાણકાર વ્યક્તિઓ પાસે અભ્યાસ કરાવતા તેમની જમીન તથા મિલ્કતની વેચણીનો કરાર ખોડાજી અને તેમના પત્ની વચ્ચે 20 ઓગસ્ટ1975માં થયેલો હોવાનું તથા મિલ્કતની વેલ્યુ કિમત 6087 બતાવેલી હતી. આમ પરષોત્તમ રેવનદાસ, પ્રભુદાસ, કાનજીભાઈ, સોમેશ્વર ખેતી સહકારી મંડળીના હોદ્દેદાર રમણલાલ ભોળીદાસ પટેલ તથા અન્યોએ ભેગા મળી કાવતરૂ ઘડીને જમીન હડપ કરી લેવા રેવન્યુ રેકર્ડમાં ખોટી હકીકતો દર્શાવી તેમના નામ ચઢાવ્યા હતા. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KjVwWn

0 Response to "રમણ પટેલ વિરૂધ્ધ જમીનની છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel