પિરાણા અગ્નિકાંડના અસરગ્રસ્તોની સમસ્યાની બંધ બારણે સુનાવણી

પિરાણા અગ્નિકાંડના અસરગ્રસ્તોની સમસ્યાની બંધ બારણે સુનાવણી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

અમદાવાદના પિરાણા ખાતે આવેલી સાહિલ એન્ટરપ્રાઈસ નામની કંપનીમાં થયેલા બ્લાસ્ટને પરિણામે લાગેલી આગનો શિકાર બનેલા પરિવારોને એનજીટી-નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ મૃતકને રૂા.15 લાખ અને ઇજાગ્રસ્તને રૂા. 5 લાખ ચૂકવવા માટે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ જમા ન કરાવવામાં આવ્યા હોવા સહિતની માગણી અને તેમની અન્ય સમસ્યાઓ અંગે લોકસુનાવણી યોજવાની અમદાવાદના કલેક્ટરે જાહેરાત કરી હતી, પરંતું આમલોકોની સમસ્યા માટે તેમણે રાખેલી સુનાવણી બંધ બારણે યોજી હતી.

વ્યક્તિગત અસરગ્રસ્તોએ રજૂઆત કરી ત્યારેતેમની રજૂઆત અન્ય કોઈ સાંભળી ન શકે તે માટે બંધબારણે રજૂઆત કરવાની ફરજ પાડવામાં આવી હતી. ખાસ કરીને અસરગ્રસ્તોએ તેમની રજૂઆત કરી ત્યારે બિનસરકારી સેવા સંસ્ધાઓ (એનજીઓ)ને પણ હાજર રહેવા દેવામાં આવી નહોતી.

આજની લોક સુનાવણીમાં રજૂઆત કરવા માટે આઠ જણા હાજર થયા હતા. તેમને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બી.સી. પટેલ અને અન્ય ટીમના સભ્યોએ સાંભળ્યા હતા. તેમને સાભળ્યા બાદ તેમને ખરેખર કેટલું વળતર આપવું તે અંગે પણ આ કમિટી નિર્ણય લે તેવી સંભાવના છે. 

આ મુદ્દે રજૂઆત કરવા ગયેલી એન.જી.ઓ.પર્યાવરણ મિત્રએ જણાવ્યુ ંહતું કે દસ મહિનાના ટૂંકા ગાળામાં 14 જેટલા ઔદ્યોગિક અકસ્માતો થયા છે. તેને પરિણામે 40થી વધુ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. સાહિલ એન્ટરપ્રાઈઝમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગવાની ઘટના બન્યા પછી 40 જેટલી કેમિકલ ફેક્ટરીઓ, કેમિકલ ગોદામ બંધ કરાવવામાં આવ્યા છે. 

પર્યાવરણ મિત્રએ જીપીસીબી દ્વારા કસૂરવાર કંપનીઓ કે ફેક્ટરીઓ પાસેથી વસૂલવામાં આવતા કરોડો રૂપિયાના એન્વાયરોમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન ચાર્જના ઉપયોગ અંગે પણ સવાલ ઊઠાવ્યા હતા. આ ફંડનો ઉપયોગ પર્યાવરણને થયેલા નુકસાનને સરભર કરવા માટે જ ઉપયોગ કરવામાં આવે તેવી માગણી પણ પર્યાવરણ મિત્ર દ્વારા કરવામાં આવી હતી.

તપાસ કમિટી રચીન તૈયાર કરવામાં આવતા અહેવાલો પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવતા નથી. આ રિપોર્ટ દરેકને મોકલવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. તપાસ કમિટીની ભલામણનો અમલ થાય તે માટે મોનિટરિંગની વ્યવસ્થા પણ ઊભી કરવી જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39PQdIl

0 Response to "પિરાણા અગ્નિકાંડના અસરગ્રસ્તોની સમસ્યાની બંધ બારણે સુનાવણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel