આજે ડોક્ટર્સ દેખાવો યોજશે 11મીએ ખાનગી ક્લિનિક બંધ

આજે ડોક્ટર્સ દેખાવો યોજશે 11મીએ ખાનગી ક્લિનિક બંધ


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

મિક્સોપથીની નીતિ એલોપથી અને આયુર્વેદનો મૃત્યુઘંટ વગાડશે. સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આવતીકાલ, મંગળવારે ઈન્ડિયમ મેડિકલ એસોસિએશનના કચેરી ખાતે દેખાવો યોજવામાં આવશે. જ્યારે, દેશભરમાં યોજાનાર કાર્યક્રમ અંતર્ગત તા. 11ના રોજ શહેરના તમામ ખાનગી ક્લિનિકમાં કોવિડ સિવાયની ઓ.પી.ડી. બંધ રહેશે.

દરેક સાયન્સ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે તેમાં નેચરોપથી, આયુર્વેદ, હોમિયોપથી અલગ સાયન્સ ધરાવે છે. એલોપથી 500 વર્ષમાં ડેવલપ થયેલું આધુનિક સાયન્સ છે અને એ દર્દમાં ઉપચાર માટે વધુ અસરકારક પૂરવાર થઈ છે. હવે, એમ.બી.બી.એસ. ડોક્ટરને સર્જરી કરવાની છૂટ નથી.

એમ.બી.બી.એસ. થયાં પછી સુપર સ્પેશિયાલિટી કોર્સ કરે તે પછી જ સર્જરી કરવાની છૂટ મળે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન અને નીતિ આયોગની ચાર પાંખે આયુષ ડોક્ટર્સ ચાર વર્ષના કોર્સ કર્યા પછી બે વર્ષનો કોર્સ કરે તે પછી 39 સર્જરી કરી શકશે તેવી છૂટ આપી છે. આ નીતિનો એલોપથી ડોક્ટર્સ વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.

એલોપથી ડોક્ટરની દલીલ છે કે, સર્જરીમાં ઈન્ફેક્શન સહિત અનેક બાબતોની તકેદારી રાખવી પડે છે. આયુષ એટલે કે આયુર્વેદને પ્રોત્સાહન આપવું જરૂરી છે પણ એમના સાયન્સમાં આગળ વધે તે જરૂરી છે. પણ, શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય નાગરિકો વધુ ભોગ બને તેવી ભીતિ વ્યક્ત કરીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યાં છે.

એલોપથી (મેડીસિન) અને આયુર્વેદને મિક્સ કરવાની મિક્સોપથી સામે રોષરૂપે મંગળવારે સવારે 12થી બે વાગ્યા દરમિયાન આર.ટી.ઓ. સર્કલ, મણીનગર અને એ.એમ.એ.ની આશ્રમ રોડ સિૃથત ઓફિસે દેખાવો યોજવામાં આવશે. મંજુરી લીધેલા કાર્યક્રમમાં 20 તબિબો પ્રતિક વિરોધરૂપ દેખાવો યોજનાર છે. જ્યારે, તા. 11ના રોજ દેશભરમાં અપાયેલા એલાન અંતર્ગત અમદાવાદ અને ગુજરાતમાં તમામ ખાનગી પ્રેક્ટિશનર કોરોના સિવાયની ઓ.પી.ડી. સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બંધ રાખશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39UX5En

0 Response to "આજે ડોક્ટર્સ દેખાવો યોજશે 11મીએ ખાનગી ક્લિનિક બંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel