
છ દિવસમાં 239 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ શહેર પોલીસની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા છ જ દિવસમાં 239 પોલીસ કર્મચારીને કોરોના થયો હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસના મેડિકલ ચેકઅપ દરમિયાન વિતેલા 24 કલાકમાં વધુ 25 પોલીસ કર્મચારીનો કોરોના હોવાનું ડીટેક્ટ થયું છે. અત્યાર સુધીમાં ચાર હજાર પોલીસના કોરોના ટેસ્ટ કરાયા છે.
અમદાવાદ શહેર પોલીસમાં ચાલતા મેડિકલ ચેકઅપ દરમિયાન વિતેલા 24 કલાક દરમિયાન વધુ 25 પોલીસ કર્મચારીને કોરોના હોવાનું સ્પષ્ટ થયું છે. હાલમાં કુલ 213 કોરોનાગ્રસ્ત પોલીસકર્મીની સારવાર ચાલી રહી છે. 213 પેૈકી 207 પોલીસ કર્મચારી હોમ ક્વોરન્ટાઈન થઈને સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસના કુલ 1235 પોલીસ કર્મચારીને કોરોના થયો છે તેમાંથી 1012 સારવાર બાદ સાજા થયાં છે અને 11 મૃત્યુ પામ્યાં છે.
અમદાવાદ શહેર પોલીસમાં કોરોનાનું પ્રમાણ વધવાથી આવશ્યક તમામ પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનોમાં નાસના મશીન આપવામાં આવ્યાં છે. સાથોસાથ, પોલીસ સ્ટેશનમાં આવતાં કર્મચારી અચૂકપણે સેનેટાઈઝરનો ઉપયોગ કરે તેમજ જરૂરી આઈસોલેશન જાળવે તેવી વ્યવસૃથા કરવામાં આવી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lUwiui
0 Response to "છ દિવસમાં 239 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા"
Post a Comment