ગોંડલમાં કોરોના સંક્રમણનાં પગલે માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર

ગોંડલમાં કોરોના સંક્રમણનાં પગલે માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર


ગોંડલ, તા.11 ડિસેમ્બર 2020,ગુરુવાર

ગોંડલ શહેર તાલુકામાં કોરોનાના કેસ વધી રહ્યા હોય લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે કલેક્ટર તંત્ર દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે વિસ્તારોમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે.

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા વધતા જતા કોરોના વાઈરસને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને ગોંડલ શહેર તાલુકાના કેટલાક વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી જેને લઇ કલેક્ટર દ્વારા ગોંડલ તાલુકાના ધૂળસીયા ગામના ચોરા વિસ્તાર, સુલતાનપુર ગામ ના રામજી મંદિર પાસેનો અને પાણીના ટાંકાના પાસેનો વિસ્તાર તેમજ શહેરના બસ સ્ટેશન પાછળનો વિસ્તાર, જેલ ચોક, વિક્રમસિંહ રોડ, પટેલ કોલોની, આર.કે ટાવર, ભોજરાજપરા મામાદેવ મંદિર, ગાયત્રીનગર -૧૦, ભવનાથ -૨ શેરી નંબર ૬ , કૈલાશ બાગ ૧૩, ભોજરાજપરા-૪, અક્ષર વાટિકા, ખોડલ ધામ રેસીડેન્સી, ચોકસી નગર સહિતના વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન આગામી તારીખ ૧૭ સુધી જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર પોલીસતંત્રને સૂચિત કરાયું છે ઉપરોક્ત વિસ્તારોમાં હાલ કોરોના ના કેસો વધી રહ્યા હોય લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oKCB5h

0 Response to "ગોંડલમાં કોરોના સંક્રમણનાં પગલે માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel