
મહેસાણા જિલ્લામાં રસીકરણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી
મહેસાણા, તા. 10 ડીસેમ્બર 2020, ગુરૂવાર
કોરોના-૧૯ વેક્સિનનું સંશોધન અંતિમ તબક્કામાં હોય ટુંક સમયમાં ઉપલબ્થ થવાની શક્યતા રહેલી છે. આ રસીકરણ માટે તબક્કાવાર અમલીકરણ શરૃ કરવામાં આવેલું છે. મહેસાણા જિલ્લામાં આ પ્રકારની અસરકારક કામગીરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૃ કરાયો છે. ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર દરમિયાન વિવિધ ટીમો દ્વારા સર્વે કરાઈ રહ્યો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની સુચના અને માર્ગદર્શનથી મહેસાણા જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના હયાત રોગ ધરાવતા નાગરિકોના હાઉસ ટુ હાઉસ સર્વે કરી નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથેનો ડેટા બેઈઝ તૈયાર કરાઈ રહ્યો છે. આ કામગીરી માટે મતદાન દરમિયાન મતદાન મથક વાઈઝ ટીમો દ્વારા સર્વે થઈ અસરકારક કામગીરી કરાઈ રહી છે.
આ કામગીરીમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મતદાન મથક, મતદાન યાદીના ભાગવાર આંગણવાડી કાર્યકર, આશા બહેન તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકની ટીમ દ્વારા કરાઈ રહી છે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં હાયપરટેન્શન, બી.પી., ડાયાબીટીસ, મધુપ્રમેહ, કેન્સર, લીવરની બીમારી, કીડનીની બીમારી, ફેફસાની બીમારી, હૃદયની બીમારી સહિત અન્ય ગંભીર બીમારી સહિતના સર્વે કરવામાં આવી રહ્યું છે.
લોકોને સહયોગ આપવા અનુરોધ
મહેસાણા જિલ્લામાં ૧૮૬૪ મતદાન મથકો પર સર્વેની કામગીરી શરૃ કરાઈ છે. જેમાં સતલાસણામાં ૯૧, ખેરાલુમાં ૧૧૯, વડનગરમાં ૧૪૮, ઊંઝામાં ૧૫૬, વિસનગરમાં ૨૩૮, બેચરાજીમાં ૧૦૧, મહેસાણામાં ૪૧૦, કડીમાં ૨૮૯, જોટાણામાં ૨૪૮ મતદાન મથકોનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ જે ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે તેમાં પણ લોકોને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LrdJRW
0 Response to "મહેસાણા જિલ્લામાં રસીકરણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી"
Post a Comment