ઉ.ગુ.માં વરસાદની આગાહીને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગ સતર્ક

ઉ.ગુ.માં વરસાદની આગાહીને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગ સતર્ક

મહેસાણા, પાલનપુર, તા. 10 ડીસેમ્બર 2020, ગુરૂવાર

મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને લઈ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ હતા.

હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે તા. ૧૦ અને ૧૧મી ડિસેમ્બરના રોજ છુટોછવાયો વરસાદ પડી શકે છે. જેને લી બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક ન બગડે તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે. પટેલે જણાવ્યું હતું કે હવામાન ખાતાની આગાહીને કારણે તા. ૧૦-૧૨-૨૦ અને આજે તા. ૧૧-૧૨-૨૦ના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી થયેલ છે. જે પરિસ્થિતિને જોતા બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોનો પાક અને જાન,માલના રક્ષણ માટે ઉચિત પગલા લેવા જાણ કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oDE8Kw

0 Response to "ઉ.ગુ.માં વરસાદની આગાહીને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગ સતર્ક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel