થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઇ અમીરગઢ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ

થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઇ અમીરગઢ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ

અમીરગઢ તા.27 ડીસેમ્બર 2020, રવિવાર

આવનારી થર્ટી ફસ્ટના લોકો દ્વારા કોઇપણ ગુનાહિત પ્રવૃતિઓ ન થાય તે માટે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા શરૃ કરી દેવામાં આવેલ છે. 

અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવનારી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન સુરક્ષા કરવામાં આવતા ચેકપોસ્ટ પર સ્ટાફમાં વધારો કરવામાં આવેલ છે. આવનારી થર્ટી ફસ્ટના ૨૦૨૦ને અલવિદા કરી આવનાર ૨૦૨૧ના વર્ષને આવકારવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકો રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળો ઉપર  થર્ટી ફસ્ટની ઉજવણી કરવા જતાં હોય છે. અને રાજસ્થાનમાં વિદેશી દારૃની છુટ હોવાથી આખી રાત પાર્ટીઓ કરતા જોવા મળે છે. આવી રીતે પાર્ટીઓ કરી નશામાં ધુત થયેલ લોકો પરત ફરતા હોય ત્યારે અકસ્માતના બનાવો અવાર નવાર બનતા હોવાથી અમીરગઢ ચેકપોસ્ટ પર આવા લોકોને રોકવામાં આવે છે. જ્યારે થર્ટી ફસ્ટની ઉજવણીના ભાગરૃપે રાજસ્થાનથી ગુજરાતમાં દારૃ જેવી નશીલા પદાર્થો પણ લઇ જવામાં આવતા હોવાથી અમીરગઢ પોલીસ આવા ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓ સામે લાખ આંખ કરતા બોર્ડર ઉપર સુરક્ષામાં વધારો કરેલ છે. અમીરગઢ પોલીસ ઇન્સપેકટર એચ એસ પટેલ જાતે બોર્ડરનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ppW6Ra

0 Response to "થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઇ અમીરગઢ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઇ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel