
રાધનપુર: પૂર્વ સરપંચના મકાનમાં ધોળા દિવસે 12.54 લાખની ચોરી
રાધનપુર, તા.27 ડીસેમ્બર 2020, રવિવાર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામના પૂર્વ સરપંચનો પરિવાર મકાન બંધ કરીને કામઅર્થે બહાર ગયો હતો ત્યારે બંદ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અન ેઘરમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત રૃપિયા ૧૨.૫૪ ાખની મત્તાની ચોરી કરી ફરાર થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાધનપુર તાલુકાના સીનાડ ગામે આવેલ આંબેડકરવાસમાં રહેતા રમેશભાઈ શીવાભાઈ મકવાણા કામઅર્થે બહાર ગયા હતા. જ્યારે તેમની પત્ની દીકરા સાથે અરજણસર ખાતે પોતાના પિયર ગઈ હતી. જ્યારે બીજો દીકરો તા. ૨૪મી ડિસેમ્બરના સવારના નવ વાગ્યે મકાનને તાળું મારીને પોતાના ધંધે ગયો હતો. જે મોડી સાંજે આવીને કપડા બદલી ઘરને તાળું મારી પોતાની માતા પાસે અરજણસર ગયો હતો. જ્યારે તા. ૨૬મી ડિસેમ્બરના સાંજે પાંચેક વાગ્યે રમેશભાઈ રાધનપુર ખાતે આવેલ. જ્યારે તેમની સવા પાંચેક વાગ્યે અરજણથી સીનાડ ખાતે આવેલ તેમના ઘેર ગયા હતા ત્યારે જોતા ઘરના બેઠક રૃમના દરવાજાનો નકુચો તુટેલો હતો અને ઘરમાં જઈને તપાસ કરતા તિજોરીમાં રાખેલા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ઘરમાં કાંઈક અજુગતું થયાનુ ંમાલુમ પડતા તેમને તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલ ૩૪ તોલાના દાગીના તથા ૩ કિલો ૯૦૦ ગ્રામના ચાંદીના દાગીના તેમજ રોકડ ૨૦ હજાર મળી કુલ રૃપિયા ૧૨,૫૪,૦૦૦ મત્તાની ઘરમાંથી ચોરી થયાનું માલુમ પડતા તાત્કાલિક ફોન કરીને આ બાબતે રમેશભાઈને જાણ કરી હતી. રમેશભાઈએ ઘેર આવીને તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાંથી નીચે પ્રમાણેના દાગીનાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
ચોરી થયેલ દાગીનાની વિગત
(૧) ૭ તોલાના સોનાના સેટ નંગ-૨, (૨) ૨.૫ તોલાનું સોનાનું લોકેટ નંગ-૧ (૩) ૩ તોલાના સોનાની બંગડી પાટલા જોડી નંગ-૧ (૪) ૬ તોલાના સોનાના મંગળસુત્ર નંગ-૨ (૫) ૪ તોલાની સોનાની ચેઈન નંગ-૨ (૬) ૬ તોલાની સોનાની વીંટી નંગ-૧૨ (૭) ૧.૫ તોલા સોનાની બુટ્ટી નંગ-૨ (૮) ૦.૫ તોલાની સોનાની કાનની સેર નંગ-૧ (૯) ૦.૫ તોલા સોનાનો સિક્કો નંગ-૧ (૧૦) ૦.૫ તોલા સોનાની કાનમાં પહેરવાની કડી જોડી ૧ (૧૧) ૧.૫ તોલા સોનાની બંગડી નંગ-૮ (૧૨) ૦.૫ તોલા સોનાની નાકમાં પહેરવાની ચુંક નંગ-૪ (૧૩) ૦.૫ તોલા સોનાનું ગળામાં પહેરવાનું ઓમ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hufj1q
0 Response to "રાધનપુર: પૂર્વ સરપંચના મકાનમાં ધોળા દિવસે 12.54 લાખની ચોરી"
Post a Comment