
ભીલડીમાં કાંસાના કારીગરોને કોરોનાનું ગ્રહણ લાગ્યું
ભીલડી,તા.27 ડીસેમ્બર 2020, રવિવાર
ડીસાના ભીલડીમાં રાજસ્થાનના ૧૧ પરિવારો વર્ષોથી કાંસાના વાસણો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે કોરોનાના કારણે મંદિનો માહોલ સર્જાયો છે. જેમાં પણ લગ્ન સિઝનમાં ધંધો ન થતાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ડીસાના ભીલડીમાં રાજસ્થાનના ૧૧ પરિવારો વર્ષોથી કાંસાના વાસણો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે કોરોના સંક્રમણ વચ્ચે લગ્ન ઓછા થવાના કારણે ૭૦થી વધુ સભ્યો ઉપર મંદીની અસર જોવા મળી રહી છે. જે રોજ કમાઈને રોજ ખાનારા ભીલડીમાં કંસારા બજાર તરીકે ફેમસ કાંસાના તાસળા બનાવીને ગુજરાતભરમાં વેચી રહ્યા છે. પરંતુ કોરોનાની મહામારીમાં લગ્ન ઓછા થવાના કારણે માંગ ઓછી હોવાથી મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબાજુ કાંસાના પહેલા ભાવ ૧ કિલોના ૮૫૦ હતા. જે વધીને હાલ ૯૮૦નું કાચું કાંસુ લાવવામાં આવે છે. અને બળતણ અને કોલસો પણ મોંઘો હોવાથી અને પોતાના પેટ માટે ધગધગતી ગરમીની ભઠ્ઠીઓમાં રાત-દિવસ કામ કરે છે. આવી મોંઘવારીમાં પોસાતું ન હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ptiXLD
0 Response to "ભીલડીમાં કાંસાના કારીગરોને કોરોનાનું ગ્રહણ લાગ્યું"
Post a Comment