
વેવાઈએ રૂા 92 લાખ પરત નહીં આપતા આધેડે ઝેર પીધું
- દીકરીનાં સસરાને જરૂર હોવાથી સમયાંતરે આપેલા રૂપિયા પાછા માંગતા ફડાકા મારીને ધમકી આપવાથી ભરેલું પગલું
વેરાવળ તાલુકાનાં સુપાસી ગામે દીકરીનાં સસરા એવા વેવાઈને આપેલા રૂા ૯૨ લાખ પરત આપવાનાં બદલે ફડાકા મારીને ધમકી આપતા વ્યથીત આધેડે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.
વિગત પ્રમાણે, વેરાવળનાં સુપાસી ગામે રહેતા ખેડૂત ગોવિંદભાઈ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૫૦) ની દીકરીનાં લગ્ન ચારેક વર્ષ પહેલા તાલાલાનાં પીપળવા ગામે રહેતા રામસી રામભાઈ ચાંડેરાનાં પુત્ર અશ્વીન સાથે થયા હતાં. બાદમાં રામસીભાઈને વારંવાર સામાજિક કારણો અને જમીન લેવા માટે પૈસાની જરૂર પડતા સમયાંતરે રૂા ૯૨ લાખ આપ્યા હતાં. જે અનેક વખત માંગવા છતાં પરત નહીં આપીને બહાના બતાવતા હતાં.
આ દરમિયાન દસેક દિવસ પહેલા ગોવિંદભાઈ ઉમરેઠીથી સુપાસી આવતા હતાં. ત્યારે વેવાઈ રામસીભાઈએ અટકાવીને હવે પૈસાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપીન ેબે ત્રણ ફડાકા માર્યા હતાં. જેથી મનમાં લાગી આવતા આજે ગોવિંદભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે વેરાવળ હોસ્પિટલે ખસેડાયા હતાં. જયાં પોલીસે તેમના નિવેદનનાં આધારે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38lwyxJ
0 Response to "વેવાઈએ રૂા 92 લાખ પરત નહીં આપતા આધેડે ઝેર પીધું"
Post a Comment