
લાઠી નજીક રૂા. 3.14 લાખનાં દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા
- થર્ટીફર્સ્ટ માટે રાજકોટ અને જસણનાં બુટલેગરે નવસારીનાં સપ્લાયર મારફત મુંબઈથી વિદેશી દારૂ મંગાવ્યાનું ખુલ્યું
થર્ટી ફર્સ્ટની નશા સાથે ઉજવણી કરવા મુંબઈથી રાજકોટ તેમજ જસદણનાં શખ્સોએ મંગાવેલ પરપ્રાંતિય દારૂ, ભરેલા ટ્રક આગળ પાયલોટીંગ કરી રહેલા સ્કોડા કારનાં ડ્રાઈવર સહિત ત્રણ શખ્સોને અમરેલી એલસીબી ટીમે લાઠી નજીક રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ચાવંડ ચેકપોસ્ટ ઉપરતી રૂા ૧૧.૪૦ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલા હતાં. પોલીસ દ્વારા છ શખ્સો સામે ફરીયાદ નોંધવામાં આવી હીત.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એલ.સી.બી. પી.આઈ. આર.કે. કરમટાની ટીમને મળેલી બાતમીનાં આધારે ગત રાતનાં બારેક વાગ્યાનાં સુમારે ભાવનગર રાજકોટ હાઈ-વે ઉપર અખંડ પોલીસ ચેક પોસ્ટ પાસે વોચમાં ગોઠવાયેલા હતાં. કડકડતિ ઠંડીમં સુમસામ બનેલા હાઈવે રોડ ઉપર રાત્રિનાં દોઢેક વાગ્યાનાં સુમારે એક સ્કોડા કાર નંબર જી.જે. ૨૧ એએ- ૭૫૧૭ નિકળતાં પોલીસે તેને રોકી તલાસી લેતાં તેમાં મૂળ અમરેલીના ંમોટા આંકડીયા અને હાલ સુરત રહેતો દિપક નાનજી વઘાસીયાં હોવાનું જણાવેલ હતું. થોડીવારમાં આ કારની પાછળ એક ટ્રક નંબર જી.જે.૧૨ વાય ૮૨૯૪ આવતાં પોલીસે તેને રોકી તલાશી લેવામાં આવી હતી.
તલાસી દરમ્યાન પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરેલ પરપ્રાંતિય દારૂ તેમજ બિયરનાં ટીન મળી આવેલ હતાં. પોલીસે ટ્રકનું પાયલોટીંગ કરતાં કાર ચાલક અને ટ્રકનાં માલીક દિપક નાનજી વઘાસીયા સાથે ટ્રકનાં ડ્રાઈવર સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહિલ (રે. ઘોઘા - ભાવનગર) તેમજ ટ્રકમાં બેઠેલા મૂળ સાવરકુંડલાનાં ધાર (કેરાળા) ાગમનો અને હાલ સુરત રહેતો ઘનશ્યામ વિઠ્ઠલ ખીચડીયાની અટક કરી કાર તેમજ ટ્રક લાઠી પોલીસ મથકે લઈ જવામાં આવેલ હતાં.
ટ્રકની આગળ પાયલોટીંગ કરી રહેલા શખ્સે આ દારૂ મુંબઈનાં તલસારી વિસ્તારમાંથી ચેતન નામની વ્યક્તિ પાસેથી ભરેલ હતો. અને આશિષ ચંદ્રકાંત પંડયા રે. રાજકોટ અને હરેશ ઉર્ફે હકુ મનસુખ છયાણી રે. જસદણ એ મંગાવેલ હોવાનું જણાવેલું હતું.
પોલીસે પ્લાસ્ટીકનાં કોથળામાં ભરેલ દારૂની ગણતરી કરતાં પરપ્રાંતિય દારૂ તેમજ બિયરટીન સહિત કુલ ૩૩૨ બોટલ કિ. રૂા ૩.૧૪.૩૮૫ તેમજ ટ્રક અને સ્કોડા કાર, મોબાઈલ સહિત કુલ રૂા ૧૧.૪૦.૩૮૫ નાં મુદામાલ સાથે દિપક નાજની વઘાસીયા ટ્રકનાં ડ્રાઈવર તેમજ ઘનશ્યામ વિઠ્ઠલ ખીચડીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ દારૂ મોકલનાર મુંબઈનાં શખ્સ તેમજ દારૂ મંગાવનાર રાજકોટ અને જસદણનાં શખ્સ સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r8nyV7
0 Response to "લાઠી નજીક રૂા. 3.14 લાખનાં દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા"
Post a Comment