રાજકોટ જિલ્લા કોંગ્રેસના મંત્રી પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

રાજકોટ જિલ્લા કોંગ્રેસના મંત્રી પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ


ધોરાજી,તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર

ધોરાજીમાં કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ આવતીકાલ તા.૧૯નાં શનિવારે  ભાજપના આગેવાોની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. 

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની એકબાજુ તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યાર ેતાલુકા અને જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. સ્થાનિક ચુંટણીઓના વ્યુહ ગોઠવવા માટે તડજોડનું રાજકારણ શરૂ થતા કાર્યકરોથી માંડીને આગેવાનો દ્વારા એકબીજા પક્ષમાં આવાગમન થઈ રહ્યું છે. દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે કાર્યરત વિઠ્ઠલભાઈ હિરપરા કોંગ્રેસ છોડી આવતીકાલ તા.૧૯નાં ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં કેસરિયો ખેસ ધારણ કરશે. અલબત આજે તેઓને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gYrIue

0 Response to "રાજકોટ જિલ્લા કોંગ્રેસના મંત્રી પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel