30 કરોડની સરકારી જગ્યામાંનું 21 શેડનું દબાણ જમીન દોસ્ત

30 કરોડની સરકારી જગ્યામાંનું 21 શેડનું દબાણ જમીન દોસ્ત


- બે પેશકદમીકાર વિરૂધ્ધ પૂરાવા મળ્યા, અન્યોના નામ ખોલાવાશે હવેના કેસોમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી

રાજકોટ, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર


રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આજે મહેસુલી તંત્રએ ડિમોલિશન ઓપરેશન હાથ ધરીને સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા કારખાનામાં - શેડ સહિત ૨૧ બાંધકામ જમીન દોસ્ત કરી દીધા હતા. અહીં પેશકદમી કરનારાઓ પૈકી માત્ર બે શખ્સ વિરૂધ્ધ દસ્તાવેજી પુરાવા મળ્યા છે, પણ અન્ય દબાણકર્તાઓ કોણ - કોણ હતા એ જાણવા હવે તપાસ શરૂ કરવામાં આવી છે. 

કોઠારિયા સર્વે નંબર ૩૫૨વાળા ખાબામાં થોડા સમય પહેલાં કેટલાંક દબાણો તોડી પડાયા હોવાથી અન્ય દબાણોનું પણ ડિમોલિશન થશે તેનો અંદાજ આવી જતાં અહીં કારખાનાં કે અન્ય ધંધા ચલાવતા શખ્સોએ સામાન ખસેડી લઇને શેડ ખાલી કરી નાખ્યા હતા. સિટી - ૨ પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, હાલ કોઇ ત્યાં હાજર ન હોવાથી દબાણોને ખાલી શેડ તરીકે ગણ્યા છે પરંતુ હવેના કેસોમાં સરકારી જમીન દબાવનારા તત્વો વિરૂધ્ધ નવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. ઉપરાંત, આજે જે શેડ તોડી પડાયા તેમાંથી  બેના પેશકદમીકારો સ્થળ પર મળી આવ્યા હતા પરંતુ સ્હેજ પૂછતાછ કરતાં જ ભાગી છૂટયા હતા. બે વિરૂધ્ધ પૂરાવા મળ્યા છે અને બાકીનાનાં નામો હવે ખોલાવાશે. 

રાજકોટ તાલુકા મામલતદાર, તલાટી, સર્કલ ઇન્સ્પેકટર, નાયબ મામલતદારે આજી ડેમ પોલીસ સ્ટેશનના કાફલા સાથે સ્થળ પર જઇને જેસીબી ફેરવા વડાવી દઇ નાનાં મોટાં  ૨૧ શેડ, છાપરાં, પ્લીન્થ લેવલ સુધીના ચણતર સહિત રૂ. ૧૫ કરોડનાં બાંધકામની તોડપાડ કરાવી હતી. સવારે ૧૦ થી બપોરે ૪ સુધી ડિમોલિશન ચાલ્યું હતું. 

ગેરકાયદે બંધાયેલા મકાનમાં હવે પોલીસ ચોકી બનશે

કોઠારિયાની સરકારી જમીનમાં ચણી દેવાયેલા એક ઢાંચાને તોડવાનું ટાળીને તંત્રએ ત્યાં પોલીસ ચોકી બને એવા ચક્રો ગતિમાન કર્યા છે. નવા દબાણો ન થાય તે માટે ઉપરાંત કાયદો - વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ જરૂરી હોવાથી ત્યાં નવી કોઠારીયા પોલીસ ચોકી બનાવવા દરખાસ્ત થઇ છે, પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યે કાર્યરત કરી દેવાશે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34scHvE

0 Response to "30 કરોડની સરકારી જગ્યામાંનું 21 શેડનું દબાણ જમીન દોસ્ત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel