વનઆરક્ષિત જગ્યા પર ઉભા થયેલા 200થી વધુ કાચા દબાણો હટાવાયા

વનઆરક્ષિત જગ્યા પર ઉભા થયેલા 200થી વધુ કાચા દબાણો હટાવાયા


ગાંધીનગર,તા.14 ડિસેમ્બર 2020, સોમવાર

ગાંધીનગરમાં દબાણો ઘણા વર્ષોથી એક જ જગ્યાએ છે કે હવે તો દબાણો પણ કાયમી થઇ ગયા હોય તેમ લાગે છે ત્યારે વારંવાર સુચના આપ્યા છતા ઘ રોડની બાજુમાં સે-૬ તરફ છેલ્લા ઘણા વખતથી શ્રમજીવીઓએ ડેરો લગાવ્યો હતો.તેની સામે આજે આકરા પગલા લેવામાં આવ્યા છે. બુલડોઝર ફેરવીને આ વિસ્તારને સ્વચ્છ-સમથળ કરી દેવામા આવ્યો છે. જેમાં નાના અને કાચા ૨૦૦ જેટલા દબાણો દુર કરવામાં આવ્યા છે તેમજ આગામી દિવસોમાં અહીં ઝુંપડા ન ઉભા થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.  ગાંધીનગર શહેરના મુખ્ય અને આડા માર્ગોની બન્ને બાજુએ વન વિભાગની અરક્ષિત જગ્યા છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી સઘન વૃક્ષારોપણ અને તારફેન્સીંગથી વનરાજીને ઉછેરવામાં આવી રહી છે.

વનઆરક્ષિત વિસ્તારમાં કોઇ દબાણ ન કરે અને વૃક્ષો સુરક્ષીત રહી શકે તે માટે તાર ફેન્સીંગ પણ કરવામાં આવી છે તેમ છતા ઘણા દબાણકારો ફેન્સીંગ તોડીને દબાણ કરે છે ત્યારે ઘ-રોડની બાજુમાં સે-૬ તરફ  સત્યાગ્રહ છાવણી અને તેની આગળના વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી શ્રમજીવીઓએ પડાવ નાખ્યો હતો. અહીં તેઓ વૃક્ષના ડાળખા તોડીને ચુલો સળગાવતા હોય છે તેમજ અન્યરીતે પણ વનરાજીને નુકશાન પહોંચાડતા હોય છે જેને લઇને અગાઉ વારંવાર અહીં રહેતા દબાણકારોને મૌખિક સુચના આપવામાં આવી હતી તેમ છતા તેઓ અહીંથી હટયા ન હતા તેથી આજે આખરે વનવિભાગ દ્વારા આ વિસ્તારને ચોખ્ખો કરવા માટે ખાસ ડ્રાઇવ ચલાવી હતી. 

વનવિભાગ દ્વારા બુલડોઝરથી આ વિસ્તારમાં ૨૦૦થી પણ વધારે નાના અને કાચા દબાણો દુર કરવામાં આવ્યા હતા એટલુ જ નહીં, અહીં જમીન ચોખ્ખી કરીને આગામી દિવસોમાં ખાસ પ્લાન્ટેશન પણ કરવામાં આવશે. તો બીજીબાજુ અહીં ફરી દબાણ ન થાય તે માટે પણ વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવશે તેમ સુત્રોમાંથી માહિતી મળી રહી છે. વનવિભાગ દ્વારા આ પ્રકારે ડ્રાઇવ કરીને વર્ષો જુના દબાણો દુર કર્યા છે તો માર્ગ અને મકાન વિભાગ તથા કોર્પોરેશન પણ દબાણો દુર કરવાની ડ્રાઇવ શરૂ કરે તે હવે સ્વચ્છ અને સ્માર્ટ ગાંધીનગર માટે જરૂરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Klobd8

0 Response to "વનઆરક્ષિત જગ્યા પર ઉભા થયેલા 200થી વધુ કાચા દબાણો હટાવાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel