જોખમી કેમિકલ પ્રોસેસ કરતી કંપનીઓ પર GPCBના ચાર હાથ, તપાસનું નાટક

જોખમી કેમિકલ પ્રોસેસ કરતી કંપનીઓ પર GPCBના ચાર હાથ, તપાસનું નાટક


પોલીસથી માંડીને GPCB સાથે ગોઠવણ પાડવા દોડધામ 

માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં ઇથિલિન ઓક્સાઇડ-મિથાઇલ આઇસોસાઇનાઇટના  ગેરકાયદે સંગ્રહની મંજૂરી કોણે  આપી ?

અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર

અમદાવાદ શહેરમાં વટવા,નારોલ,પીપળજ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ઝેરી-જોખમી કેમિકલ પ્રોસેસ કરતી ફેક્ટરી-કંપનીઓ ધમધમી રહી છે. આ કંપનીઓમાં ઇથીનીલ ઓક્સાઇડ-મીથાઇલ આઇસોસાઇનાઇટનું ગેરકાયદેસર સંગ્રહ થઇ રહ્યો છે જે આગ દુર્ઘટના થાય તો સમગ્ર વિસ્તાર માટે જોખમ ઉભુ કરી શકે છે પણ ગુજરાત પ્રષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અિધકારીઓના મેળાપિપણાંને કારણે કેમિકેલ માફિયાઓ બેફામ બન્યાં છે.

એટલું જ નહીં, માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં આગ દુર્ઘટના જેવી ઘટના બને તો માત્ર તપાસનું નાટક કરી આખાય પ્રકરણ હળવેકથી ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. વાસ્તવમાં માતંગી ઇન્ડસ્ટ્રીઝ જેવી અનેક કંપનીઓમાં એવા જોખમી કેમિકલ પ્રોસેસ થાય છે જે કેમિકલથી ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઇ હતી. 

ગુજરાતમાં દર વર્ષે ઔદ્યોગિક એકમોમાં આગ દુર્ઘટના સર્જાતાં અંદાજે 200 નિર્દોષ લોકો જાન ગુમાવે છે. વર્ષ 2014થી માંડીને વર્ષ 2018 સુધીમાં રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં આગ સહિત પ્રાણઘાતક અકસ્માત થતાં કુલ 1150 લોકોએ જાન ગુમાવ્યાં છે.

આવી દુર્ઘટના સર્જાય ત્યારે ગરીબ કામદારોને વળતર આપીને સરકાર સંતોષ માણી લે છે પણ રાજકીય વગ ધરાવતાં ઉદ્યોગપતિઓ સામે કોઇ પગલાં લેવાતાં નથી. શ્રમ રોજગાર વિભાગ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ફાયર બ્રિગેડ સહિત મ્યુનિ.કોર્પોરેશનના અિધકારીઓ આ ઉદ્યોગપતિ સામે નતમસ્તક થઇ જાય છે જેના કારણે દુર્ઘટનાને નોતરૂ મળે છે. 

માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં ય આગ લાગી ત્યારે તપાસ કરનારાં અિધકારીઓ મિથાઇલ આઇસોસાઇનાઇટ અને ઇથીનીલ ઓક્સાઇડનો મોટો જથૃથો જોઇને ચોંકી ઉઠયા હતાં પણ સવાલ એ ઉઠે છેકે, આ જોખમી કેમિકલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવાની મંજૂરી કોણે આપી. જોખમી કેમિકલ પ્રોસેસ કરતી કંપનીઓની નિયમિત ચકાસણી જ થતી નથી. મોટામસ હપ્તાને કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડથી માંડીને ફેક્ટરી ઇન્સ્પેક્ટરો ચકાસણી માટે જતાં જ નથી.

આ તરફ એવી ચર્ચા છેકે, માતંગી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુ પટેલના ભત્રીજા છે.તેમના ભાઇ પણ આ કંપનીમાં ડિરેક્ટર છે. નટુ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદની વગ વાપરી ભાઇ-ભત્રીજાને બચાવવા સક્રિય થયા છે.

નટુ પટેલે પોલીસથી માંડીને જીપીસીપી સાથે ગોઠવણ પાડવા દોડધામ મચાવી છે. આ તરફ,નટુ પટેલના આવા હવાતિયાને પગલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠા ઝંખવાઇ છે. જીસીસીઆઇના હોદ્દા મેળવીને હોદ્દેદારો પોતાના કાળા કરતૂત છુપાવવાના પ્રયાસ કરે છે તે વાત હવે પ્રસૃથાપિત થઇ છે.

સરકારી છટકબારી 

શ્રમ અધિકારીએ ઔદ્યોગિક એકમોની ચકાસણી કરવી એવી કોઇ જોગવાઇ જ નથી

જો શ્રમ રોજગાર વિભાગ આૃથવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત અન્ય વિભાગો ઔદ્યોગિક એકમોની નિયમિત ધોરણે ચકાસણી કરે તો ઘણી ખામી જોવા મળી શકે અને આગ દુર્ઘટના -પ્રાણઘાતક અકસ્માતોની સંખ્યા ઘટી શકે છે.જોકે,ખુદ શ્રમ રોજગાર વિભાગે એવુ કબૂલ્યુ છેકે, શ્રમ અિધકારીએ નિયત સંખ્યામાં કારખાના,ફેકટરી,ઔદ્યોગિક એકમોની ચકાસણી કરવાની હોય છે. પણ સરકારે એવી છટકબારી રાખી છે જેનો ઉદ્યોગ માલિકોને ભરપૂર લાભ મળી રહ્યો છે. કેમકે, સમગ્ર વર્ષ દરમિયાન પ્રત્યેક ઔદ્યોગિક એકમની ચકાસણી કરવી એવી કોઇ વૈધાનિક જોગવાઇ જ નથી જેના કારણે આજે અમદાવાદ શહેર-જિલ્લામાં વર્ષે દહાડે માંડ 1500-2000 કારખાના-ફેક્ટરીઓની ચકાસણી થાય છે. 

ઇઝ ડૂઇગ ઓફ બિઝનેસ મુદ્દે સવાલો ઉઠાવતા નટુ પટેલથી મુખ્યમંત્રી રૂપાણી પણ નારાજ

લોકડાઉન વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે એક ઓનલાઇન મિટીંગ યોજાઇ હતી જેમાં ઉદ્યોગપતિઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં. જોકે,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુ પટેલે જ ગુજરાતમાં ઇઝ ડુઇંગ ઓફ બિઝનેસ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં અને ગુજરાતમાં ઉદ્યોગ માલિકો પાસેથી અિધકારીઓ વિવિધ કામો બદલ નાણાં માંગી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે તેવા આકરા પ્રહારો કર્યા હતાં. જોકે, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે થયેલી મિટીંગમાં ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રમુખ નટુ પટેલ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qYXLPl

0 Response to "જોખમી કેમિકલ પ્રોસેસ કરતી કંપનીઓ પર GPCBના ચાર હાથ, તપાસનું નાટક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel