
કચ્છમાં ઠંડીનું જોર વધ્યું, સૌથી નીચુ તાપમાન વલસાડ અને નલિયામાં 14 ડિગ્રી
ભુજ,તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગઈકાલે કચ્છના કેટલાક સ્થળે માવઠુ વરસ્યા બાદ બેથી ચાર ડિગ્રી જેટલો લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો. રાજ્યમાં સૌથી નીચુ તાપમાન વલસાડ અને નલિયામાં ૧૪ ડિગ્રી નોંધાયું છે. કંડલા(એ)માં ૧૪.૪ ડિગ્રી, ભુજમાં ૧પ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૭ ડિગ્રી નોંધાયું છે.
મહત્તમ તાપમાન ભુજમાં ત્રણ ડિગ્રી જેટલું ઘટીને ર૬.૮ ડિગ્રીના આંકે સ્થિર રહ્યું હતું. આમ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ઢર ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું. લોકોને ફરી ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
પવનની ગતિમાં વધારો થતાં શીત લહેર ફરી વળી હતી. ભુજમાં ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિ કલાક સરેરાશ ૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. એકાએક પવનની ઝડપમાં વધારો થતાં ટાઢોડુ ફરી વળ્યુ હતુું. રાત્રિના સમયે લોકો તાપણા કરતા જોવા મળ્યા હતા. તેમજ માર્ગો પર લોકોની ચહલ પહલ ઘટી ગઈ હતી. ઠંડા પવનના કારણે લોકો કામવગર રાત્રિના ઘરથી નીકળવાનું ટાળ્યું હતું.
વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ભુજમાં સવારે ૮પ ટકા અને સાંજે પ૮ નોંધાયુ હતું. સવારે ધુમ્મસ છવાયું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IOBzWU
0 Response to "કચ્છમાં ઠંડીનું જોર વધ્યું, સૌથી નીચુ તાપમાન વલસાડ અને નલિયામાં 14 ડિગ્રી"
Post a Comment