જીરૂના 144 કરોડનાં બોગસ બિલ બનાવનાર સુપ્રીમ પટેલની ધરપકડ

જીરૂના 144 કરોડનાં બોગસ બિલ બનાવનાર સુપ્રીમ પટેલની ધરપકડ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

જીરૂના વેપારના રૂા. 144.35 કરોડના બોગસ બિલ બનાવીને રૂા. 9.60 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરનાર ઊંઝાની સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિક સુપ્રીમ જિતેન્દ્ર પટેલની આજે ધરપકડ કરવામાં આવી છે. તેમને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. સુપ્રીમ પટેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. 

સુપ્રીમ પટેલે જીરૂનો વેપાર કરતી હોય તેવી બોગસ પેઢીઓ ઊભી કરીને તેમને નામે ઈ-વે બિલ જનરેટ કર્યા હતા. ઇ-વે બિલમાં દર્શાવેલી પાર્ટી સિવાયની પાર્ટીઓ પાસેથી માલની ખરીદી કરીને અન્ય વેપારીઓને માલ મોકલી આપ્યો હતો. આ જ રીતે તેના પર ભરવાપાત્ર બનતો જીએસટી જમા કરાવ્યો જ નહોતો. આ રીતે તેણે રૂા. 144 કરોડથી વધુ રકમના ઈ-વે બિલ બનાવ્યા હતા. તેમ જ રૂા. 9.60 કરોડથી વધુ રકમની જીએસટીની ચોરી કરી હતી. 

જીએસટીના દરોડા દરમિયાન સુપ્રીમ પટેલે અધિકારીઓને સહકાર આપવાને બદલે અસહકાર ચાલુ રાખ્યો હતો. બીજી તરફ સન ટ્રાન્સપોર્ટના નામે તેમણે પેઢી શરૂ કરી હતી, પરંતુ ટ્રાન્સપોર્ટને લગતા ધંધાના કોઈપણ હિસાબી સાહિત્ય તેમની કંપનીમાંથી મળ્યું નથી. તેમને રહેઠાણ પરથી ખાસ્સા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જીએસટીના અધિકારીઓ દાવો કરે છે.

તેમના મોબાઈલ ફોનમાંથી પણ કેટલી એક્સેલ ફાઈલ મળી આવી હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. તેમાં કેટલીક પેઢીના જીએસટી નંબર અને ઇ-વે બિલ પોર્ટલપરના લોગ ઈન આઈડી તથા પાસવર્ડ પણ ળી આવ્યા હતા. આ પેઢીઓ અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વડનગર, હિમ્મતનગર, ખાતે પણ સક્રિય હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આ તમામ સ્થળોએ આવેલી પેઢીઓ બોગસ હોવાનું જણાયું હતું. આ કૌભાંડમાં જે અન્ય કંપનીઓના નામ આવ્યા છે તે નામ સરકાર જાહેર કરતી નથી. તેમનું કહેવું છે કે કંપનીના માલિકો કહે છે કે તેમના નામનો સુપ્રીમ પટેલે દુરૂપયોગ કર્યો છે.

બોગસ  પેઢીના નામ  છુપાવી નિર્દોષ વેપારીઓની હાલાકી વધારતા અધિકારીઓ

જીએસટીની ચોરી માટે ઊંઝાના વેપારીઓ પર દરોડા પાડનારા જીએસટીના અધિકારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બોગસ બિલિંગના કૌભાંડમાં સંડોવાયેલા વેપારીઓના નામ છુપાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં તેમના નામ જાહેર કરી દેવામાં આવે તો દેશના અને રાજ્યનાઅન્ય વિસ્તારના વેપારીઓ તેમની સાથે વેપાર કરતાં અટકી શકે છે.

તેમ થાય તો આ કૌભાંડીના છટકામં ફસાતા નિર્દોષ વેપારીઓ બચી શકે છે. પરંતુ અધિકારીઓને નિર્દોષ વેપારીઓને કનડવા માટે અને તેમની સામે કેસ ઊભા કરવા માટે તેમના નામ જાહેર કરતા નથી. વાસ્તવમાં બોગસ બિલિંગ કરનારાઓના રજિસ્ટ્રેશન નંબર અને નામ વેબ પોર્ટલ પર મૂકી દેવા તંત્ર બંધાયેલું છે. આ નામ ન મૂકીને વેપારી આલમને અંધારામાં રાખે છે. તેમની સાથે નવા વેપાર કરનારાઓેને ત્યારબાદ દંડવાનું કામ કરે છે. 

નિયમ મુજબ બોગસ બિલિંગમાં સંડોવાયેલી કંપનીઓ અને વેપારીઓના નામ જીએસટીએન પોર્ટલ પર મૂકી દેવા જીએસટી અધિકારીઓ બંધાયેલા છે. તેમના રજિસ્ટ્રેશન નંબર સામે રેડ ફ્લેગ લગાવવા નિયમથી બંધાયેલા છે. તેમ છતાંય તેના નામ અને નંબર જાહેર ન કરીને અન્ય નિર્દોષ વેપારીઓને હેરાનગતિ વધારી રહ્યા છે.

વેપાર કરનારની જેન્યુઇનનેસ ચકાસવાનો એક માત્ર વિકલ્પ જીએસટીએન વેબસાઈટ પરનો તેમના નામ અન નંબર પર રેડ ફ્લેગ લગાવેલો છે કે નહિ તે જ છે. આ સિવાય વેપાર કરતા વેપારીઓ સામા વેપારીની જેન્યુઈનનેસ કોઈપણ રીતે ચકાસી શકતા નથી. આ સંજોગોમાં નામ છુપાવીને અન્ય વેપારીઓ ફસાઈ જાય તેવો ઘાટ અધિકારીઓ ઊભો કરી રહ્યા છે.આમેય અધિકારીઓ દરોડા પછી સિલેક્ટેડ કંપનીઓના નામ જાહેર કરવાનું વલણ ધરાવે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mUz4RJ

0 Response to "જીરૂના 144 કરોડનાં બોગસ બિલ બનાવનાર સુપ્રીમ પટેલની ધરપકડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel