GTUની પરીક્ષા હવે બે કલાકની : પેપર સ્ટાઈલ નવી, ગુણભાર 20 ટકા ઘટયો

GTUની પરીક્ષા હવે બે કલાકની : પેપર સ્ટાઈલ નવી, ગુણભાર 20 ટકા ઘટયો


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

જીટીયુની આગામી વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓને લઈને આજે તમામ ફેકલ્ટી ડીનની મીટિંગ મળી હતી.જેમાં સર્વાનુમતે હવે આગામી તમામ સેમેસ્ટર પરીક્ષાઓ ઓનલાઈન નહી લેવા અને અગાઉની જેમ રેગ્યુલર રીતે ઓફલાઈન લેખિત પરીક્ષાઓ જ લેવા નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત ટીચિંગ ઓનલાઈન છે પરંતુ પરીક્ષાઓ ઓફલાઈન લેવાની હોવાથી પરીક્ષા પદ્ધતિ તેમજ પેપર સ્ટાઈલમાં ફેરફારો કરવા પણ નિર્ણય લેવાયો છે. જીટીયુના તમામ ફેકલ્ટી ડીનની મીટિંગ આજે કુલપતિ અને રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં આગામી વિન્ટર પરીક્ષાઓને લઈને ચર્ચાઓ કરવામા આવી હતી.

ડિપ્લોમા,યુજી અને પીજીના વિવિધ ટેકનિકલ કોર્સમાં હાલ જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3,પ અને 7માં છે તેઓ માટે ડિસેમ્બર-જાન્યુ.માં લેવાની થતી વિન્ટર પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે જ લેવાનું નક્કી થયુ છે.હવેની તમામ પરીક્ષાઓ ઓનલાઈન નહી લેવા અને ઓફલાઈન પરીક્ષામાં અનેક ફેરફારો કરવા  નિર્ણય છે.

જે મુજબ દરેક પરીક્ષામાં દરેક પેપરમાં ગુણભાર 20 ટકા ઘટાડી દેવાશે.ઉપરાંત પરીક્ષાનો સમય જે અગાઉ અઢી કલાકનો હતો તે ઘટાડી હવે બે કલાકનો કરી દેવાશે અને રોજના ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે .ઉપરાંત વિદ્યાર્થીઓને દરેક પેપરમાં એકના અથવામા એકને બદલે જનરલ ઓપ્શન્સ અપાશે.

આ ઉપરાંત હવે પછીની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન કે ઓનલાઈન આપવી છે તેવો કોઈ પણ એક્ઝામ મોડ ઓપ્શન નહી અપાય. વિદ્યાર્થીએ ફરજીયાત ઓફલાઈન પરીક્ષા જ આપવી પડશે. જો પરીક્ષાના દિવસે કે થોડા દિવસ અગાઉ કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોય અથવા તેના પરિવારમાં કોઈ પોઝિટિવ થયુ હોય તેવા વિદ્યાર્થીઓને પછીથી ખાસ પરીક્ષા આપવાની તક અપાશે.

ઉપરાંત રાજ્ય બહારના તથા વિદેશના વિદ્યાર્થીઓ કે જેઓ રૂબરૂ સેન્ટરો પર ન પહોચી શકે તો તેઓ માટે પણ પછી ખાસ પરીક્ષા લેવાશે.આગામી પરીક્ષાઓ તમામ જિલ્લાના કેન્દ્રોમા લેવાશે.ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની ઓછી તકલીફ પડે તે રીતે નજીકમાં સેન્ટર અપાશે અને સેન્ટર સીલેકશનની ચોઈસ મળશે.

જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને ટાઈમ ટેબલ થોડા દિવસોમા જાહેર કરી દેવાશે.મહત્વનું છે કે  યુજી-પીજી ડિપ્લોમોમાં હાલ  જુના વિદ્યાર્થીઓ માટે જુન-જુલાઈથી ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ ભણ્યા છે બધુ જ ઓનલાઈન પરંતુ પરીક્ષાઓ ઓફલાઈન જ આપવી પડશે.

પરીક્ષા પદ્ધતિમાં નવા ફેરફાર અને પરીક્ષા લેવા થયેલો નિર્ણયો

- દરેક પરીક્ષાનો સમય હવે બે કલાકનો રહેશે

- દિવસમાં હવે એક કે બેને બદલે ત્રણ સેશનમાં પરીક્ષા થશે

- 70 માર્કસના પેપરમાં 14 માર્કસના ઘટાડા સાથે હવે 56 માર્કસનું પેપર

- 80 માર્કસના પેપરમાં 14 માર્કસના ઘટાડા સાથે હવે 64 માર્કસનું પેપર 

- દરેક પ્રશ્નમાં એકના અથવામાં એક પ્રશ્નેને બદલે જનરલ ઓપ્શન્સ અપાશે અને ટૂંકા પ્રશ્નો રખાશે-

- ઓફલાઈન પરીક્ષા દરેક તાલુકા-જિલ્લા કેન્દ્ર પર લેવાશે

- જે તાલુકામાં જીટીયુની કોલેજ નહી હોય ત્યાં અન્ય સ્કૂલ-કોલેજમાં કેન્દ્ર ફાળવાશે

- કેન્દ્રો પર રૂબરૂ ન પહોંચી શકનારા વિદેશના અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે પછી ખાસ ઓફલાઈન પરીક્ષા લેવાશે

- ઓફલાઈન પરીક્ષામાં દરેક કલાસમાં 15-15 વિદ્યાર્થીને જ બેઠક વ્યવસ્થા અપાશે

- કોલેજો દિવાળી વેકેશન બાદ ઓનલાઈન વાઈવા પરીક્ષા લઈ લેવાની રહેશે

- ડીટુડી પ્રવેશમાં વિલંબ હોવાથી બીઈ સેમ.3ની પરીક્ષા પછીથી જાન્યુ.-ફેબુ્રમાં લેવાશે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OvHFe

0 Response to "GTUની પરીક્ષા હવે બે કલાકની : પેપર સ્ટાઈલ નવી, ગુણભાર 20 ટકા ઘટયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel