ધારાસભ્યો પાંચ વર્ષની નહીં, પણ ત્રણ વર્ષની જ માહિતી મેળવી શકશે

ધારાસભ્યો પાંચ વર્ષની નહીં, પણ ત્રણ વર્ષની જ માહિતી મેળવી શકશે


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

અગાઉ ધારાસભ્યો અમર્યાદિત પ્રશ્નો પુછી શકતાં હતાં પણ હવે તેના પર પણ કાપ મૂકાયો છે. એટલું જ નહીં, હવે તો ધારાસભ્યો તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોના માધ્યમથી પાંચ વર્ષની નહી પણ માત્ર ત્રણ વર્ષની માહિતી મેળવી શકશે. ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નની માહિતી એકત્ર કરતાં ઘણો સમય વ્યતિત થાય છે તેવુ બહાનુ ધરાયુ છે.

જોકે, અધ્યક્ષના આ આદેશને પગલે વિપક્ષ નાખુશ છે કેમકે, પુરતી માહિતીના અભાવે ગત વર્ષના આંકડા સાથે તુલના થઇ શકશે નહીં. સરકારની પોલ ઉઘાડી ન પડે તે માટે ધારાસભ્યોના અિધકારોની પાંખ કપાઇ રહી છે તેવો ગણગણાટ શરૂ થયો છે. 

વર્ષ 2018માં જ વિધાનસભા અધ્યક્ષે એવો આદેશ કર્યો હતો કે, ધારાસભ્યો અઠવાડિયામાં માત્ર ત્રણ જ પ્રશ્નો પુછી શકશે. નોંધનીય છેકે, અગાઉ ધારાસભ્યો અમર્યાદિત પ્રશ્નો પુછી શકતાં હતાં.

આ આદેશને પગલે ધારાસભ્યો હવે મર્યાદિત પ્રશ્ન જ પૂછી શકે છે.આ ધુદ્દે  હજુ ધારાસભ્યોની નારાજગી દૂર થઇ ન હતી ત્યાં ફરી એકવાર એવો આદેશ કરાયો છેકે, હવે ધારાસભ્યો પાંચ વર્ષની માહિતી મેળવી શકશે નહીં, બલ્કે માત્ર ત્રણ વર્ષની માહિતી-આંકડા મેળવી શકશે. એવુ કારણ ધરાયુ છેકે, સરકારી અિધકારીઓને માહિતી એકઠી કરવી અઘરી છે.

વિપક્ષનું કહેવુ છેકે, અગાઉ ફેક્સ-ટપાલ હતી તો પણ અમર્યાદિત સવાલોના જવાબ આપવામાં આવતા હતાં . હવે તો ઇમેલ સહિત આધુનિક ટેકનોલોજી સાથે સંદેશાવ્યવહારની સુવિધા છે જેથી માહિતી એકઠી કરવી સરળ છે. પણ સરકારની પોલ ઉઘાડી પડે તે માટે ધારાસભ્યોના અિધકાર પર તરાપ મારવામાં આવી રહી છે. સરકાર પ્રજાલક્ષી પ્રશ્નોની માહિતી-જવાબો આપવાની જવાબદારીમાંથી છટકી રહી છે. 

આ ઉપરાંત એવી ય સૂચના જારી કરવામાં આવી છેકે, અગાઉ તારાંકિત અને આતાંરાકિત પ્રશ્નો જે છ મહિનામાં પુછાઇ શકતાં હતાં. એટલે કે અગાઉ પૂછાયેલાં હોય તો પ્રશ્ન પુ:ન પુછાઇ શકતાં હતાં પણ હવે  તેમાં ય સુધારો કરાયો છે. હવે છ મહિના નહી પણ એક વર્ષનો સમયગાળો કરી દેવાયો છે. આમ, ધારાસભ્યોને માત્ર ત્રણ જ વર્ષની માહિતી મળી શકશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJZFUs

0 Response to "ધારાસભ્યો પાંચ વર્ષની નહીં, પણ ત્રણ વર્ષની જ માહિતી મેળવી શકશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel