કોરોનાના દર્દીઓને સિવિલમાં હવે 'મ્યુઝિક' થેરાપી અપાશે

કોરોનાના દર્દીઓને સિવિલમાં હવે 'મ્યુઝિક' થેરાપી અપાશે


ગાંધીનગર,તા.02 નવેમ્બર 2020, સોમવાર

એક બાજુ કોરોનાનો ચેપ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે જેને કારણે દર્દીઓ માનસિકરીતે પડી ભાંગે છે જેના પગલે તેઓ જલ્દી રીકવર થઇ શક્તા નથી અને ઘણા સ્વસ્થ્ય દર્દીઓ પણ એકાએક મોતને ભેટે છે ત્યારે દર્દીઓની સ્વાસ્થ્યની સાથે માનસિક સ્થિતિની પણ ચિંતાકરીને ગાંધીનગર સિવિલમાં કોરોનાના દર્દીઓને હવે મ્યુઝિક થેરાપી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવાર-સાંજ અને રાત્રે ચોક્કસ સમયે સર્વધર્મ પ્રાર્થના તથા ગીત સંગીત વગાડવામાં આવશે આ ઉપરાંત જનરલ ઇન્ટ્રક્શન પણ આ સાઉન્ડ સીસ્ટમ થકી દિવસ દરમિયાન આપવામાં આવશે. 

કહેવાય છે ન કે, સંગીતમાં ખુબ જ તાકાત હોય છે. મલ્હાર રાગ ગાઇને વગર વાદળે વરસાદની હેલી તથા દિપકરાગથી જ્યોતી ઉત્પન્ન કરવામાં આવી હોય તેવા કિસ્સા આપણા પુરાણોમાં છે ત્યારે આ સંગીતની મદદથી ઘણા દેશોમાં સારવાર પણ આપવામાં આવી રહી છે જેમાં માઇલ્ડ મ્યુઝિકથી અને પ્રાર્થના સારવારરૂપી દર્દીઓને સંભળાવવામાં આવે છે અને માનસિક સહિત અન્ય બિમારીના દર્દી સાજા થઇ ગયાના બનાવો પણ છે જેને પગલે ભારતમાં પણ આ મ્યુઝિક થેરાપી ઘણી હોસ્પિટલોએ અપનાવી છે ત્યારે હાલ ચાલી રહેલા કોરોનાકાળમાં કે જ્યારે કોરોનાની કોઇ રસી કે દવા શોધાઇ નથી અને દર્દીઓ શારીરિકની સાથે માનસિક બિમાર પણ પડવા લાગ્યા છે ત્યારે ગાંધીનગર સિવિલમાં મ્યુઝિક થેરાપી અપનાવવામાં આવનાર છે આ અંગે ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નિયતી લાખાણીએ જણાવ્યું હતું કે, કોવિડ દર્દીઓ સારવાર દરમિયાન વિવિધ કારણોસર ચિડીયા થઇ જતા હોય છે ત્યારે શરીર વાયરસ મુક્ત થાય તે માટે જરૂરી સારવાર તો સિવિલમાં ડોક્ટરો દ્વારા કરવામાં જ આવી રહી છે પણ દર્દીઓ માનસિક સ્વથ્ય રહી શકે અને ખોટા વિચારો ન આવે તે માટે સિવિલમાં દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવાનું શરૂ કરવામાં આવનાર છે.  

 શાંત ગીતો અને ઇન્ટયુમેન્ટલ સંગીત દિવસ દરમિયાન વાગે તો તે કર્ણપ્રીય હોય છે ઘણી વખત દિવસનો થાક આ શાંત મ્યુઝિક દ્વારા ઉતરી જતો હોય છે ત્યારે ગાંધીનગર સિવિલમાં અગાઉ નાંખવામાં આવેલી સાઉન્ડ સીસ્યમમાં હવે સવાર-સાંજ અને રાત્રે એમ ત્રણ ટાઇમ દરરોજ સર્વધર્મ પ્રાર્થના વગાડવામાં આવશે અને કર્ણપ્રીય શાંત સંગીત પણ વહેતું મુકાશે. આ ઉપરાંત દર્દીઓને આપવાની જરૂરી સુચના જેવી કે, શ્વાસ ઉંડો લેતા રહેવું, બીનજરૂરી ફોન ઉપર વાતો નહીં કરવી, તમામરી કિંમતી ચીજવસ્તુનું ધ્યાન રાખવું, માસ્ક પહેરી રાખવું, દવા સમયસર લઇ લેવી,  પણ આ સાઉન્ડ સીસ્ટમ થકી આપવામાં આવશે.

આ સાથે તબીબો કે સ્ટાફને લગતા સુચનો પણ આ સીસ્ટમ થકી કરી શકાશે. ખાસ તો દર્દીઓ માનસિકરીતે સ્વસ્થ્ય રહે તે માટે આ પ્રકારે પ્રાર્થના તથા કર્ણપ્રીય સંગીત દિવસ દરમિયાન વગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત નિરાશ થઇ ગયેલા દર્દીઓ માટે ગીતાના અધ્યાય સહિત અન્ય મોટીવેશનલ સ્પીચ પણ સાઉન્ડ સીસ્ટમમાં વગાડાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUMgq6

0 Response to "કોરોનાના દર્દીઓને સિવિલમાં હવે 'મ્યુઝિક' થેરાપી અપાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel