
આજથી અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ થશે
અમદાવાદ, તા. 26 નવેમ્બર 2020 ગુરૂવાર
ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ આજથી શરૂ કરાશે. આજે સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાશે. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. જેઓને આજથી રસી આપવાનું શરૂ કરાશે. સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે.આ માત્ર રસીનું ટ્રાયલ છે.
ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે.
ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m6Sa6I
0 Response to "આજથી અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ થશે"
Post a Comment