
સુરત: ક્વીક સ્પોર્ટ એપ્લિકેશન થકી મોબાઇલ હેક કરી રૂા. 18,368 ઉપાડી લીધા
સુરત, તા. 26 નવેમ્બર 2020 ગુરૂવાર
અમરોલીની માણકી રેસીડન્સીમાં રહેતા અને સ્કુલ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હરીભાઇ નારાયણ મોતીસરીયા (ઉ.વ. 55 મૂળ રહે. લીમડા, તા. ઉમરાળા, જિ. ભાવનગર) પર તા. 21 સપ્ટેમ્બરના રોજ મોબાઇલ નં. 7063094502 પરથી કોલ આવ્યો હતો.
કોલ કરનારે હું મુંબઇથી એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી બોલું છું તમારે ક્રેડિટ કાર્ડ ચાલુ રાખવા માટે ક્વીક સ્પોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે નહીં તો તમારો ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે એમ કહી વ્હોટ્સ અપ પર એપ્લિકેશન માટે લીંક મોકલાવી હતી.
હરીભાઇએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી પરંતુ ફોન કરનાર તમારૂ કાર્ડ અપલોડ થતું નથી એમ કહી ક્રેડિટ કાર્ડનો ફોટો પડાવ્યો હતો અને એક મેસેજ મોકલાવ્યો હતો. ત્યાર બાદ અચાનક જ હરીભાઇનો ફોન 15થી 20 મિનીટ સુધી કામ કરતો બંધ થઇ ગયો હતો.
ફોન કામ કરતો શરૂ થતાની સાથે જ હરીભાઇના આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 10,265, રૂા. 7185 અને રૂા. 918 મળી કુલ રૂા. 18,368 ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. જેથી હરીભાઇએ તુરંત જ ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધો હતો અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જે તે વખતે અરજી આપી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/363wfaS
0 Response to "સુરત: ક્વીક સ્પોર્ટ એપ્લિકેશન થકી મોબાઇલ હેક કરી રૂા. 18,368 ઉપાડી લીધા"
Post a Comment