
કોરોનાના કારણે સિવિલમાં ડૉક્ટરો-સ્ટાફની રજાઓ કેન્સલ
અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર
કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ઉપરાંત નર્સિગ-પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ દિવાળી વેકેશનમાં ફરજ બજાવવા નક્કી કર્યુ છે.
ગુજરાતમાં કોરોના હજુ કાબુૂમાં આવી શક્યો નથી. જોકે, રોજના એક હજાર કેસો નોંધાઇ રહ્યાં છ.ે આ ઉપરાંત તબીબોએ ચેતવણી ઉચ્ચારી છેકે, શિયાળામાં કોરોનાના કેસો વધી શકે છે. દિવાળી વેકેશનમાં કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરાયુ છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી. મોદીએ જણાવ્યું કે, કોરોના ઉછાળો મારે તેવી સંભાવના છે.છેલ્લા બે દિવસથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. રોજના 50થી વધુ કેસો આવી રહ્યાં છે.
દિવાળીના તહેવારો દરમિયાન કોરોના જ નહીં, અન્ય રોગના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે તમામ ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સિવિલના તમામ વિભાગનક્હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને સિનિયર ડોક્ટરોને રાઉન્ડ ધ કલોક ડયુટી સોંપવામાં આવી છે.
આ તરફ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિશને પણ દિવાળી વેકેશનમાં કઇ હોસ્પિટલમાં કયા ડોક્ટર હાજર છે તેની વિગતો વેબસાઇટ પર મૂકવા નક્કી કર્યુ છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલોેમાં ડોક્ટરો રાબેતા મુજબ મળી રહે તેવુ આયોજન કર્યુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nbqFJn
0 Response to "કોરોનાના કારણે સિવિલમાં ડૉક્ટરો-સ્ટાફની રજાઓ કેન્સલ"
Post a Comment