ફટાકડાંની લૂમ ફોડી શકાશે નહીં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ

ફટાકડાંની લૂમ ફોડી શકાશે નહીં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ


અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફટાકડાં ફોડવા અંગે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મુદ્દે હજુ સરકારે કોઇ નિર્ણય લીધો નથી. આ દરમિયાન, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ફટાકડાં ફોડવા અંગે દિશા નિર્દેશ જારી કર્યાં છે તે મુજબ ફટાકડાંની લૂમ ફોડી શકાશે નહીં. આ ઉપરાંત રાત્રે ચાઇનીઝ તુક્કલ ચગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી એવો આદેશ કર્યો છેકે, ફટાકડાંના બોક્સ પર પેસોનુ માર્કિંગ હોવુ જરૂરી છે. ધ્વનિ પ્રદુષણને રોકવા 145 ડેસિબલથી ઓછો અવાજ હોય તેવા ફટાકડાં જ ફોડી શકાશે. ફટાકડાંની લૂમ ફોડી શકાશે નહીં. 

હોસ્પિટલ, નર્સિગહોમ , આરોગ્ય કેન્દ્રો , શૈક્ષણિક સંસ્થાઓ , ન્યાયલયો , ધાર્મિક સ્થળોની 100 મિટરની ત્રિજ્યા વિસ્તારને સાઇલેન્ટ ઝોન ગણવામાં આવે છે જેથી આ સ્થળોએ પણ ફટાકડાં ફોડી શકાશે નહીં. લોકોને અગવડ ન ઉભી થાય તે રીતે બજારો, શેરી-ગલી, રસ્તા , પેટ્રોલપંપ સહિત એલપીજી બોટલીંગ પ્લાન્ટ પાસે પણ ફટાકડાં ફોડી શકાશે નહીં. રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડાં ફોડવા છૂટ આપવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3li0DDK

0 Response to "ફટાકડાંની લૂમ ફોડી શકાશે નહીં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel