સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉંમરબાધ નહીં જંગલ સફારીમાં બાળકોને 'નો એન્ટ્રી'

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉંમરબાધ નહીં જંગલ સફારીમાં બાળકોને 'નો એન્ટ્રી'


અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર

કોરોના વાયરસને પગલે જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અનુસાર કેવડિયા ખાતે નવનિર્મિત જંગલ સફારીમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ અપાતો નથી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ માટે કોઇ જ ઉંમરબાધ રાખવામાં આવ્યો નથી.

વહિવટી તંત્રના આ વિચિત્ર નિયમથી પ્રવાસીઓને કેવડિયા સુધી પહોંચ્યા બાદ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે જંગલ સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ જંગલ સફારીની એસઓપી પ્રમાણે10 વર્ષથી વધુ ઉંમર હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જેના કારણે બાળકો સાથે જંગલ સફારી સુધી પહોંચ્યા બાદ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ અંગે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના એક અધિકારીએ જણાવ્યું કે, 'એસઓપી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ જ ઉંમરબાધ નથી અને નવજાત શિશુ પણ પ્રવેશ મેળવી શકે છે. ' જોકે, કેવડિયા ખાતે જ જંગલ સફારીમાં બાળકોને પ્રેવેશ માટે એસઓપી મુજબ પાબંદી છે. જંગલ સફારીના એક અધિકારીએ જણાવ્યું કે, 'એસઓપીના ભાગરૂપે બાળકોને પ્રવેશ અપાતો નથી . બાળકોની સલામતી માટે જ આ નિર્ણય લેવાયો છે. ' 

જાણકારોના મતે વહિવટી તંત્રે કઇ ઉંમરનાને પ્રવેશ આપવાો તેને લઇને સમાન નિયમ રાખવો જોઇએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બાળક પ્રવેશી શકે અને જંગલ સફારીમાં નહીં તેવો વિરોધાભાસ જ આશ્ચર્યજનક છે.

હકીકતમાં પર્યટનના સ્થળો માટે સમાન નિયમો જ રાખવા જોઇએ, જેથી પ્રવાસન સ્થળે પહોંચ્યા બાદ સહેલાણીઓને પરેશાનીનો સામનો કરવો ના પડે. દિવાળીના તહેવારોમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક સહિતના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેમ મનાઇ રહ્યું છે.

હાલમાં કોરોનાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવસ દરમિયાન મહત્તમ 2500 વ્યક્તિને જ આપવામાં આવે છે. વય મર્યાદાના આ વિરોધાભાસ અંગે વહિવટી તંત્ર દિવાળીની રજાઓ અંગે કોઇ સ્પષ્ટ નિર્ણય લેશે તો પ્રવાસીઓને કોઇ પરેશાનીનો સામનો નહીં કરવો પડે તેમ જાણકારોનું માનવું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n6Ic5m

0 Response to "સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉંમરબાધ નહીં જંગલ સફારીમાં બાળકોને 'નો એન્ટ્રી'"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel