ટેકનિકલ કોલેજો માટે હવે એકેડમિક ઓડિટ અને ક્વોલિટી સેલ ફરજિયાત

ટેકનિકલ કોલેજો માટે હવે એકેડમિક ઓડિટ અને ક્વોલિટી સેલ ફરજિયાત


અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર

ઘણી ટેકનિકલ કોલેજો પુરતો શૈક્ષણિક સ્ટાફ રાખતી અને તપાસ ડમી સ્ટાફ  બતાવી દેતી હોવાથી કોેલેજોની ગેરરીતિઓને પકડવા જીટીયુએ આ શૈક્ષણિક વર્ષથી તમામ ટેકનિકલ કોલેજો માટે એકેડમિક ઓડિટ ફરજીયાત કર્યુ છે તેમજ દરેક કોલેજોએ ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલની પણ રચના કરવી પડશે તેવો નિયમ કર્યો છે.જીટીયુની એકેડમિક કાઉન્સિલમાં આ સહિતના ઘણા મહત્વના નિર્ણયો કરવામા આવ્યા છે.

જીટીયુ દ્વારા એકેડમિક કાઉન્સિલમાં કરાયેલા મહત્વના નિર્ણયો મુજબ ટીચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવા દરેક કોલેજ માટે હવે એકેડમિક ઓડિટ ફરજીયાત કરવામા આવ્યુ છે.જેમાં કોલેજે જીટીયુ સિવાયની અન્ય યુનિ.ના કોઈ પણ એક્સપર્ટ પ્રોફેસર પાસે એકેડમિક ઓડિટિંગ કરાવવાનું રહેશે. જીટીયુ દ્વારા આ માટે કોલેજોને 32 માપદંડો આપવામા આવ્યા છે.જેના આધારે કોલેજોએ ઓડિટિંગ કરાવી અને એક્સપર્ટ રેકમન્ડેશન સાથે એક્શન રિપોર્ટ યુનિ.ને આપવો પડશે.

આ ઉપરાંત દરેક કોલેજે 31 ડિસેમ્બર સુધીમાં આઈક્યુએસી- ઈન્ટરનલ ક્વોલિટી એસ્સોયરન્સ સેની રચના કરવી પડશે.જેના દ્વારા કોલેજનું વિભાગવાર ઈન્ટરનલ એસેસમેન્ટ થતુ રહે. ઉપરાંત જીટીયુ દ્વારા દરેક કોલેજોને 2022 સુધીમાં ઓછામા એક કોર્સ-બ્રાંચ એનબીએ દ્વારા એક્રેડિટેડ કરાવવાનું અથવા નેક એક્રેડિટેશન લેવાનું ફરજીયાત કરાયુ છે.

આગામી પાંચ વર્ષમાં દરેક કોલેજ પાસે એકથી વધુ કોર્સ એક્રેડિટેડ હોવો જોઈએ.એકેડમિક કાઉન્સિલમાં થયેલ ઠરાવ મુજબ જે કોલેજમા એઆઈસીટીઈના નિયમ મુજબ એક પ્રોફેસર, બે એસોસિએટ પ્રોફેસર અને 6 આસિસ્ટન્ટ પ્રોફેસર નહી હોય તેની સામે કડક પગલા લેવાશે અને જે કોલેજમાં કામયી આચાર્ય કે ડાયરેકટર નહી હોય કે જગ્યા ખાલી હશે તે કોલેજની એક વર્ષ સુધીમા 25 ટકા અને બીજા વર્ષે જગ્યા ખાલી હશે તો 50 ટકા બેઠકો કપાશે અને ત્યારબાદ કોલેજને નો એડમિશન ઝોનમાં મુકી દેવાશે. જે કોલેજો રોબોટિક્સ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી સહિતના નવા ઈમર્જિંગ ફિલ્ડમાં કોર્સ શરૂ કરવા માંગે છે તે કોલેજોના જોડાણને લઈને પણ યુનિ.એ એકેડમિક કાઉન્સિલમાં નિયમો નક્કી કર્યા છે. 

વધુમાં કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સ્વીકારને લઈને ક્રેડિટ ટ્રાન્સફર ,ક્રેડિટ બેંક, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સહિતના મુદ્દાઓ પર રૂપરેખા તૈયાર કરી નીતિની વિવિધ જોગવાઈના અમલ માટે ટાસ્કફોર્સ રચી એક મહિનામાં રિપોર્ટ તૈયાર કરવા નક્કી કરાયુ છે.નવી શિક્ષણ નીતિ અનુરૂપ યુનિ.દ્વારા પીજીમાં નવા કોર્સીસ પણ શરૂ કરાશે.

કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણયો 

-2022 સુધી દરેક કોલેજ માટે એનબીએ ફરજીયાત

-દરેક કોલેજમા ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલની રચના કરવી પડશે

-કોલેજે યુનિ.બહારના એક્સપર્ટ પાસે ઓડિટિંગ કરાવવુ પડશે

-આ વર્ષથી એમ.ફીલનો કોર્સ બંધ કરાશે અને કોર્સ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીને વધુ એક તક અપાશે

-એઆઈસીટીઈના નિયમ મુજબ કોલેજમાં ટીચિંગ સ્ટાફ માટે 1:2:6નો રેશિયો ફરજીયાત

-પીજી ફાર્મસી સ્કૂલમાં ફાર્મા ક્રોવિઝલન્સ એન્ડ મેડિકલ રાઈટિંગ તથા સોફિસ્ટિકેટેડ એનાલિટિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ હેન્ડલિંગ સહિતના બે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

-પીજી ડિપ્લોમા ઈન ડેટા સાયન્સ કોર્સ શરૂ કરાશે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JQhmA7

0 Response to "ટેકનિકલ કોલેજો માટે હવે એકેડમિક ઓડિટ અને ક્વોલિટી સેલ ફરજિયાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel