મહેતા શેરીમાં યુવાનને શખસે છરીના ઘી ઝીંકયા

મહેતા શેરીમાં યુવાનને શખસે છરીના ઘી ઝીંકયા


ભાવનગર, તા. 24 નવેમ્બર 2020, મંગળવાર

ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલ મહેતા શેરીમાં દિવાળી ઉપર થયેલ બોલાચાલીની અદાવતે યુવાનને શખસે આડેધડ છરીના ઘા મારી દઈ મરણતોલ ઈજા પહોંચાડતા યુવાનને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાના બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા અને પોલીસ કાફલો દોડી ગયો હતો જ્યારે બનાવ અનુસંધાને પોલીસે શખસ સામે ૩૦૭ તળે ગુનો દાખલ કર્યો હતો. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પીરછલ્લા વિસ્તારની મેઈન બજારમાં રહેતા અને ક્રિષ્ના ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા મેહુલભાઈ ઉર્ફે લાલો નિલેશભાઈ કડીવાળ આજે બપોરે ૧.૨૦ કલાકના અરસા દરમિયાન તેઓના ઘરેથી જઈ રહ્યા હતા તે વેળાએ પીરછલ્લા વિસ્તારની મહેતા શેરીના નાકે પહોંચતા અગાઉ દિવાળીના સમય ગાળા દરમિયાન પીરછલ્લામાં રહેતા હેપ્પી રાકેશભાઈ વોરા નામના શખસએ મેહુલભાઈના સાળા પીરછલ્લા શેરીમાં ખરીદી કરવા ગયેલ ત્યારે હેપ્પીએ જો લુખ્ખા આવી ગયા તેમ કહેતા માથાકુટ થયેલ અને તેનું સમાધાન પણ થય ગયું હતું તે ઝઘડાની અદાવત રાખી મેહુલભાઈને આંતરી છાતી અને પીઠના ભાગે અસંખ્ય છરીના ઘા મારી દઈ જીવલેણ ઈજા પહોચાડતા યુવાનને ગંભીર હાલતે અત્રેની સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

હુમલાના બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા અને પોલીસ કાફલો ધસી ગયો હતો. બનાવ અનુસંધાને ઈજાગ્રસ્ત યુવાનના પત્ની સોનલબેન મેહુલભાઈ કડીવાળ (ઉ.વ.૨૩)એ ગંગાજળિયા પોલીસ મથકમાં હેપ્પી રાકેશભાઈ વોરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭ તેમજ ૧૩૫ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J8DjKe

0 Response to "મહેતા શેરીમાં યુવાનને શખસે છરીના ઘી ઝીંકયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel