ચા-પાનની કેબીનો પર ગપ્પા મારતા લોકોને પોલીસ તંત્ર ઘર ભેગા કરે

ચા-પાનની કેબીનો પર ગપ્પા મારતા લોકોને પોલીસ તંત્ર ઘર ભેગા કરે

- કોરોનાનું વધતુ સંક્રમણ છતા પણ કચ્છ સહિત રાજયભરમાં વહેલી સવારથી માંડીને સાંજ સુધી ચા-પાનની કેબીનો પર જોવા મળતી ભીડ


ભુજ,તા.24 નવેમ્બર 2020, મંગળવાર

દેશની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર છે. મહાનગરોમાં રાત્રિ કફર્યુ લાદવાની ફરજ પડી છે. લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતા કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ચા-પાનની કેબીનો પર કોરોનાની ચર્ચા જામે છે. જો આ ચર્ચા આમને આમ થતી રહેશે તો કોરોનાની લહેર પણ વધતી જશે ત્યારે જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા આ ચા-પાનની કેબીનો પર ભીડ ઓછી થાય તે માટે ગપ્પા મારતા તંત્રને સમયસર ઘર ભેગા કરે તેવા નિયંત્રણો બહાર પાડે તે જરૂરી છે.

ભુજ શહેરની જ વાત કરવામાં આવે તો અહિં, જનતાઘર, બસ સ્ટેશન પાસે, જયુબીલી ગ્રાઉન્ડ નજીક તેમજ હોસ્પીટલ રોડ પર કેટલાક ટી સ્ટોલ ફેમસ છે. પરિણામે, અહિં દિવસભર લોકોની ચા પીવા માટે ભીડ જોવા મળતી હોય છે. તેમાં પણ સાંજના ભાગે તો રોડ પર ટ્રાફીક થાય તેટલી હદે લોકોનો ધસારો જોવા મળતો હોય છે ત્યારે કોરોના કાળમાં આ ખતરારૂપ છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કરતી હોય અને કામ વિના ઘરની બહાર ન નિકળવા જણાવે છે ત્યારે ચા પાનની કેબીનો પર ઉભા રહીને કોરોના કયારે અટકશે અને કોરોનાના કેસોની ચર્ચા કરવી તે યોગ્ય ન હોવાની સાથોસાથ ખતરારૂપ છે.

છેલ્લા કેટલાક દિવસોથી કેસો વધી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર, પોલીસ વડા સહિતના સબંધિત વિભાગ દ્વારા આવી ચા ની દુકાનો પર, પાનની કેબીનો પર ભીડ ન થાય અને ગ્રાહક ચા ની ચુસ્કી મારીને રવાના થાય તેવી વ્યવસ્થાના ભાગરૂપે નિયંત્રણો લાદવાની જરૂર છે. હોટલ માલિકોએ પણ આમા સહકાર આપીને ગ્રાહકોની ભીડ ન થાય તે જોવુ  જોઈએ અને ગ્રાહકને ચા પીધા પછી ઉભુ ન રહેવુ તેવા બોર્ડ મારવા જોઈએ અન્યથા કોરોનાની ચર્ચા કરતા કરતા કોરોનાને ફેલાવશે એ પણ નક્કી છે. ત્યારે, આ બાબતે વહીવટી તંત્ર કડક વલણ અપનાવશે કે કેમ? તે જોવુ રહ્યુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q06Mqz

0 Response to "ચા-પાનની કેબીનો પર ગપ્પા મારતા લોકોને પોલીસ તંત્ર ઘર ભેગા કરે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel