
ભુજ પાલિકાની અંતિમ સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ
ભુજ, શુક્રવાર
ભુજસુાધરાઈની વર્તમાન બોડીની આજે અંતિમ સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના ટાઉનહોલ ખાતે કરાયેલા આયોજનમાં સત્તાપક્ષના ૫ વર્ષના કામનો વિપક્ષે હિસાબ માંગતા સત્તાધીશો ગણતરીની મિનીટમાં સભા આટોપીને ચાલતી પકડતા ડખ્ખો થયો હતો.
સામાન્ય સભામાં કારોબારી સમિતી દ્વારા થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જેમાં ૩૦થી વધુ ઠરાવોને મંજુરી અપાઈ હતી. અંતિમ સભા હોવાથી વિપક્ષ દ્વારા ૫ વર્ષના કાર્યકાળમાં સત્તાપક્ષે શું કાર્મકર્યા તેની પુચ્છા કરતા નગરપતિએ જવાબ આપવાનું ટાળ્યું હતું. વિપક્ષીનેતાએ જણાવ્યું હતું કે , આ સભામાં ૫ વર્ષના લેખાજોખા રજુ કરવા હોય છે પરંતુ ભાજપ કામ કરતા ભ્રષ્ટાચાર અને ખાયકી વધુ કરી હોવાથી અહીં પાપની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે વિગતો આપવાનું ટાળ્યું છે. ભર શિયાળે શહેરમાં ૮ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. ગટરના કરોડો કામના થઈ રહ્યા હોવાછતાં દુષિત પાણી વહી રહ્યું છે. હમીરસર અને દેશલસર તળાવ ગટરના પાણીથી દુષિત થઈ ગયા છતાં કોઈ કામગીરી કરાઈ નાથી. કારોબારી દ્વારા મનપસંદ ઠેકેદારોને ટેન્ડર વગર જ કરોડોના કામ આપી દઈને જતા જતાં શાસકો ભ્રષ્ટાચાર કર્યો છે. કોન્ટ્રાકટમાં ૩ ઠેકેદારો વચ્ચે જ શાસકોની મિલીભગતાથી રમત રમાઈ રહી છે. વિપક્ષે મહિપતરાય મહેતાની પ્રતિમા મુકાય તેવી માંગ કરી પરંતુ સત્તાપક્ષે નનૈયો ભરી દેતા ટીકા કરાઈ હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o38iXn
0 Response to "ભુજ પાલિકાની અંતિમ સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ"
Post a Comment