
દેવદિવાળીએ યાત્રાધામ ડાકોર મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય
નડિયાદ, તા.27 નવેમ્બર 2020, શુક્રવાર
યાત્રાઘામ ડાકોરમાં દેવદિવાળીના દિવસે ભક્તો માટે દર્શન બંધ રહેશે.કોરોના મહામારીના કારણે આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.પૂનમના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શાનાર્થે ઉમટી પડે છે.દેવદિવાળીના દિવસે ભક્તો માટે ઠાકોરજીના ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.
યાત્રાઘામ ડાકોરમાં દેવદિવાળી (પૂનમ)ના દિવસે ભાવિક ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.આ અંગે મળતી માહિતી અને લોકવાયકા અનુસાર સંવત ૧૨૧૨ માં ડાકોરમાં રણછોડજી સ્વયંભૂ ગાડુ ચલાવીને આવ્યા હતા.ડાકોરના ભક્ત વિજયસિંહ બોડાણા ૭૦ વર્ષ સુધી હાથમાં તુલસી લઇને દ્રારકા દર્શને જતા હતા.ત્યારથી આજે સંવત ૨૦૭૭ માં પહેલીવાર મંદિર ભક્તો વિના પૂનમ અને દેવદિવાળીનો તહેવાર ઉજવાશે.કોરોના મહામારીના કારણે ડાકોર મંદિરમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી બંધ રાખવામાં આવી છે.અને ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા કરવામાં આવે છે.
તાજેતરમાં યોજાયેલ તુલસી વિવાહમાં પણ મંદિર પરિષરમાં ફક્ત સેવકભાઇઓ અને કર્મચારીઓ જ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત મંદિર પરિષરમાં દર્શાનાર્થે આવતા ભાવિક ભક્તો માટે માસ્ક,સેનીટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ અનુસાર દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે.કોરોના મહામારીના કારણે મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ન થાય અને સરકારી ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમો યોજવામાં આવે છે.
ભાવિક ભક્તોને દર્શન માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે.જેમાં ટી.વી અને મંદિરના સોશિયલ મિડિયા એકાઉન્ટ દ્વારા દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે.આમ કોરોના મહામારી ડાકોરના ઠાકોરને પણ નડી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fHqym8
0 Response to "દેવદિવાળીએ યાત્રાધામ ડાકોર મંદિરનાં દ્વાર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય"
Post a Comment