ઠંડી વધતા હાર્ટ એટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓ પર ખતરો વધશે

ઠંડી વધતા હાર્ટ એટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓ પર ખતરો વધશે


ભાવનગર,તા. 24 નવેમ્બર 2020, મંગળવાર

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એકાએક ઠંડીના પ્રમાણમાં થઈ રહેલા વધારાથી હાર્ટએટેક, ન્યુમોનિયા તેમજ બ્રેઈન હેમરેજના દર્દીઓ પર ખતરો વધી રહ્યો હોવાના ચિંતાજનક હકીકત તબીબી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બરના આખરી તબકકામાં તેમજ પુરો ડિસેમ્બર માસ અને જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડતી હોય છે. શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એકાએક ઠંડી વધતા તેની જનજીવન પર અસર પડી રહી છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ આગામી સપ્તાહમાં સૌથી વધુ ઠંડો શિયાળો હોય તેવી અનુભૂતિ થનારી છે. દર વર્ષે ડિસેમ્બર માસમાં અવિરતપણે તીવ્ર ઠંડી પડતી હોય છે અને લોકો આ કાતીલ ઠંડીથી રીતસરના ત્રાહિમામ પોકારી જતા હોય છે. હાલ નવેમ્બરના આખરી તબકકાથી ગોહિલવાડમાં આકરી શીતલહેર ફરી વળતા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં હાર્ટએટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓ પર ખતરો વધી રહ્યો હોય આ દર્દીઓના સ્વજનોએ તેઓની વધુ કાળજી રાખવાની જરૂરત રહેશે. એટલુ જ નહિ, તેના કારણે આગામી સમયમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આ રોગની સારવાર લેવા આવનાર દર્દીઓની સંખ્યામાં પણ એકંદરે ૨૫ થી ૩૦ ટકા જેટલો નોંધપાત્ર પ્રમાણમાં વધારો જણાશે તેમ તબીબી સૂત્રોએ જણાવ્યુ હતુ.ઠંડીમાં વહેલી સવારે હાર્ટએટેક આવવાની પુરેપુરી શકયતા હોય હાર્ટના દર્દીઓએ બને ત્યાં સુધી વહેલી સવારે વોકીંગ કરવા બહાર ખુલ્લા વિસ્તારમાં જવાનું ટાળવુ જોઈએ. 

ઠંડીની મોસમમાં બ્લડપ્રેશર વધવાથી દર્દીના હાર્ટ પર દબાણ આવે છે, છાતીમાં દુખાવો થાય છે, એકાએક પરસેવો વળવા લાગે છે અને ગભરામણ અનુભવાય છે ત્યારે તે દર્દી કે તેના સ્વજનોએ જરાય બેદરકારી ન દાખવવા વહેલી તકે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને વર્ધી આપી નજીકની હોસ્પિટલમાં એડમીટ થઈ સારવાર શરૂ કરાવવી તેના હિતમાં છે. તેમાં પણ એસીડીટી અને અપચા જેવા લક્ષણોની પણ  દર્દીઓએ જરા પણ અવગણના કરવી ન જોઈએ. આગામી સમયમાં જયારે તીવ્ર ઠંડીમાં બ્રેઈનની નળીઓમાં સંકોચન થવાથી બ્લડપ્રેશર વધે છે ત્યારે આવા દર્દીઓએ વહેલી સવારે ઘરમાંથી બહાર ન નિકળવુ જોઈએ અને ઠંડીમાં એકસપોઝરથી બચવુ જોઈએ.

ડિસેમ્બરના અંત સુધી તીવ્ર ઠંડી  યથાવત રહેશે

ગત વર્ષે હવામાનનું સંતુલન ખોરવાતા ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. ગત વર્ષે કલાઈમેટ ચેન્જના કારણે ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમી પડી હતી. અને ગત ચોમાસા બાદ પણ છુટાછવાયા કમોસમી વરસાદ (માવઠુ) પડયો હતો. તેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં આગામી ડિસેમ્બર માસમાં કાતિલ ઠંડી પડવાની પ્રબળ શકયતા છે તેમ જાણકારોનું કહેવુ છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/362aeJF

0 Response to "ઠંડી વધતા હાર્ટ એટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓ પર ખતરો વધશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel